ભારતના વિજય પછી મિમ્સનો મારો, IIT બાબા ઝપટે
રોહિત, વિરાટ, શુભમન ગીલનો મોદી સાથે ડાન્સનો વીડિયો વાઈરલ: 22 યાર્ડની પટ્ટી પર કોહલીનું સામ્રાજ્ય
સોશિયલ મીડિયા પર ભારે ક્રેઝ યૂઝર્સે શેર કર્યા મજેદાર મિમ્સ બંને ટીમો એકબીજા સામે આવે આઈસીસી ટુર્નામેન્ટ સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારેય બીજી કોઈ સિરિઝ રમાતી નથી. એટલા માટે જ બંને ટીમ વચ્ચેની મેચ જોનારા લોકો મિમ્સ વાયરલ કરે છે.
259 દિવસ પછી, ગઈકાલે ભારત અને પાકિસ્તાન બંને ટીમો એકબીજા સામે ટકરાઈ હતી. છેલ્લી વખત બંને ટીમ 9 જૂન 2024ના રોજ ટી20 વર્લ્ડ કપમાં ટકરાઈ હતી, જ્યારે ઘઉઈં ફોર્મેટની વાત કરીએ તો તેમનો છેલ્લો મુકાબલો 14 ઓક્ટોબર 2023ના રોજ ઘઉઈં વર્લ્ડ કપ દરમિયાન થયો હતો અને આ બંને મેચમાં ભારતીય ચાહકોએ જીત મેળવી હતી.
એ બંને મેચ ભારતે જીતી હતી. આવી સ્થિતિમાં, જ્યાં ભારતીય ચાહકો આ મેચમાં જીતની હેટ્રિકની ઉજવણી કરી હતી. બીજી બાજુ પરાજયના કારણે પકિસ્તાનના ક્રિકેટરો અને ચાહકો એક બીજાને દોષ આપી ઠેકડી ઉઠાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાની જીતના તમામ વીડિયો ટ્રેડ કરી રહ્યા છે.આ બધા વચ્ચે તમે આ વીડિયો જોઇને હસવુ નહીં રોકી શકો.આ વીડિયોમાં રોહિત શર્મા,વિરાટ કોહલી,કે એલ રાહુલ, શુભમન ગિલ અને પીએ મોદીની સાથે બોલીવુડ ગીત પર ડાંસ કરતા જોઇ શકાય છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે પાકિસ્તાન ચેમ્પિયન ટ્રોફિમાંથી બહાર.વિરાટ કોહલીની શતક બાદ યુઝર્સે મજેદાર કોમેન્ટ કરી છે.એક યુઝર્સે લખ્યું ક્રિકેટની 22-યાર્ડની પટ્ટી તેનું સામ્રાજ્ય છે, વિરાટ કોહલી આ રમતનો એકમાત્ર મહારાજા છેસ્ત્રસ્ત્ર અને અન્ય એક યુઝરે લખ્યું, નસ્ત્રસાપ પણ મરી ગયો અને સદી પણ ફટકારી. જય હો પ્રેમાનંદ મહારાજ. આઈઆઈટી બાબાને પણ ટીમ ઇન્ડિયાને કોમેન્ટ કરવી ભારે પડી હતી અને લોકોએ બાબાને પણ આડે હાથે લીધા હતા.અને તેમના પણ મિમ્સ વાયરલ કર્યા હતા