રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જર્મની પછી અમેરિકા પણ કેજરીવાલના ટેકામાં: પારદર્શક કાર્યવાહીની આશા રાખી

11:28 AM Mar 27, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

જર્મની બાદ અમેરિકાએ પણ દિલ્હીના કથિત દારૂૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. યુએસ વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યું કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમની સાથે સંબંધિત અહેવાલો પર સતત નજર રાખી રહ્યા છે. અમેરિકાએ એમ પણ કહ્યું કે તે કેજરીવાલના કેસમાં નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાની આશા રાખીએ છીએ.

આ પહેલા જર્મનીએ પણ કેજરીવાલની ધરપકડ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ત્યારે ભારતે જર્મન રાજદૂતને બોલાવીને તેને આંતરિક મામલો ગણાવ્યો હતો. હવે કેજરીવાલની ધરપકડ મામલે અમેરિકાનું નિવેદન આવ્યુ છે. વિદેશ વિભાગના પ્રવક્તાએ આ અઠવાડિયે જણાવ્યું હતું કે યુએસ સરકાર અરવિંદ કેજરીવાલની ધરપકડના અહેવાલો અને તેના સંબંધિત મામલા પર સતત નજર રાખી રહ્યુ છે. જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી માટે ન્યાયી, પારદર્શક અને સમયસર કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ. અમેરિકાની આ પ્રતિક્રિયા જર્મનીના નિવેદનના થોડા દિવસો બાદ આવી છે. જ્યારે જર્મનીએ કહ્યું કે ભારતમાં આરોપોનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ અન્ય ભારતીય નાગરિકોની જેમ ન્યાયી અને નિષ્પક્ષ ટ્રાયલના હકદાર છે. જર્મન સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે માનીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે ભારતીય ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો સંબંધિત ધોરણો આ કેસમાં પણ લાગુ કરવામાં આવશે.
કેજરીવાલની ધરપકડ પર જર્મનીની ટિપ્પણી પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી હતી. જર્મન રાજદૂતને બોલાવીને વિદેશ મંત્રાલયે તેને આંતરિક બાબતોમાં સ્પષ્ટ હસ્તક્ષેપ ગણાવ્યું.

Tags :
AmericaAmerica newsArvind Kejriwal Arrestedindiaindia newsworldWorld News
Advertisement
Next Article
Advertisement