ધનખડના રાજીનામા પછી ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરી
ચૂંટણી પંચે દેશના નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે. આ સંદર્ભમાં પંચ દ્વારા એક પ્રેસ નોટ જારી કરવામાં આવી છે. પંચનું કહેવું છે કે ગૃહ મંત્રાલય તરફથી માહિતી મળી છે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું છે. હવે આ પદ માટે અમારા દ્વારા પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં ચૂંટણીની તારીખ પણ જાહેર કરવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા મંગળવાર, 22 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી પડવાની સૂચના જારી કરવામાં આવી હતી.ચૂંટણી પંચે લખ્યું હતું કે, કલમ 324 હેઠળ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે.
તે રાષ્ટ્રપતિ દ્વારા નિર્દેશિત છે. ચૂંટણી પંચે હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. તેની તૈયારી હાલમાં ચાલી રહી છે અને તે પૂર્ણ કર્યા પછી, ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.થ પંચે કહ્યું કે ચૂંટણીની તારીખ જાહેર કરતા પહેલા, અમે કેટલીક બાબતો પર કામ કરી રહ્યા છીએ. આમાંથી એક છે - ઇલેક્ટોરલ કોલેજ તૈયાર કરવી.
આ હેઠળ, લોકસભા અને રાજ્યસભાના સાંસદોને જોડીને મતદાર યાદી તૈયાર કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં, રાજ્યસભાના નામાંકિત સભ્યોને પણ મતદાન કરવાનો અધિકાર છે. પંચનું કહેવું છે કે ચૂંટણી પહેલાં, રિટર્નિંગ ઓફિસર અને સહાયક રિટર્નિંગ ઓફિસર પર નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત, અગાઉ યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ સંબંધિત સામગ્રી પણ તૈયાર અને વિતરણ કરવાની છે. તમને જણાવી દઈએ કે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDA ઉમેદવાર વિશે પણ અટકળો ચાલી રહી છે. સૌથી વધુ ચર્ચા રાજ્યસભાના વર્તમાન ઉપાધ્યક્ષ હરિવંશની છે. હાલમાં રાજ્યસભા અને લોકસભાના કુલ સભ્યોની સંખ્યા 786 છે અને NDA પાસે 422 સાંસદો છે. જો કે, જો વિપક્ષ ઉમેદવાર ન ઉભો કરે તો કોઈપણ ચૂંટણી વિના નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી થઈ શકે છે.