‘દારૂ પછી છોકરી જોઈએ’ મહાકુંભની વાઇરલ ગર્લ મોનાલિસાના ડાયરેક્ટર પર ગંભીર આરોપ
મહાકુંભથી વાયરલ થયેલી મોનાલિસા હવે ફિલ્મોમાં કામ કરવા જઈ રહી છે. દિગ્દર્શક સનોજ મિશ્રાએ તેમને તેમની એક ફિલ્મમાં ભૂમિકા આપવાનું વચન આપ્યું હતું અને હવે મોનાલિસા મધ્યપ્રદેશ છોડીને પોતાના સપનાઓ સાથે ઉંચી ઉડાન ભરી રહી છે, પરંતુ હવે સનોજ મિશ્રા પર ગંભીર આરોપો લાગી રહ્યા છે. એટલું જ નહીં, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોનાલિસા હવે એક ટ્રેપમાં ફસાઈ ગઈ છે.
એક ઇન્ટરવ્યુમાં બંગાળ ડાયરી, રામ કી જન્મભૂમિ અને કાશી ટુ કાશ્મીર ફિલ્મોના નિર્માતા જિતેન્દ્ર નારાયણ સેંગર ઉર્ફે વસીમ રૂૂજવીનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. જીતેન્દ નારાયણ સેંગરે સનોજ મિશ્રા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, સનોજ મિશ્રા નશામાં રહે છે અને સેટ પર પણ દારૂૂ પીવે છે. પીધા પછી તેમને છોકરીઓની જરૂૂર પડે છે.
જીતેન્દ્ર નારાયણ સેંગર કહે છે કે, સનોજ મિશ્રાએ ઘણી ફિલ્મો બનાવવાની વાત કરી હતી, પરંતુ તેમની એક પણ ફિલ્મ રિલીઝ થઈ ન હતી અને ન તો તે કોઈ કમાણી કરી શકી હતી. તે કહે છે કે, મોનાલિસાનો પરિવાર ખૂબ જ સરળ અને માસૂમ છે. જીતેન્દ્ર નારાયણ સેંગરે જણાવ્યું કે, અમારી ફિલ્મનું શૂટિંગ સીતાપુરમાં ચાલી રહ્યું હતું, ત્યાં પણ તેણે સેટ પર દારૂૂ પીવાનું શરૂૂ કર્યું અને ત્યાં હાજર મહિલાઓ સાથે ગેરવર્તન કરવાનું શરૂૂ કર્યું હતું. દિગ્દર્શક સનોજ મિશ્રા અંગે તેમણે કહ્યું કે, મહાકુંભથી વાયરલ થયેલી મોનાલિસાનો પરિવાર ખૂબ જ સરળ છે. સનોજ તેમના ઘરે પહોંચ્યો અને સનોજ વિશે કંઈપણ તપાસ કર્યા વિના, તેઓએ તેમની પુત્રીને તેને સોંપી દીધી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, ઉત્તર પ્રદેશની ઘણી છોકરીઓએ ફરિયાદ કરી છે કે, તે ઘણી છોકરીઓને હિરોઈન બનાવવા માટે મુંબઈ લઈ ગયો અને ત્યાં તેમની પાસેથી ખરાબ કામ કરાવ્યા હતા.