For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

75 વર્ષ બાદ વ્યક્તિએ બીજાને તક આપવી જોઇએ, સંઘ વડા ભાગવતનું સૂચક નિવેદન

11:02 AM Jul 11, 2025 IST | Bhumika
75 વર્ષ બાદ વ્યક્તિએ બીજાને તક આપવી જોઇએ  સંઘ વડા ભાગવતનું સૂચક નિવેદન

મોરોપંત પિંગલેના જીવન આધારિત પુસ્તક વિમોચન સમયે ટિપ્પણી

Advertisement

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે બુધવારે ના રોજ નાગપુરના વનમતી હોલમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે 75 વર્ષ પછી વ્યક્તિએ બીજાને તક આપવી જોઈએ.

સંઘના વરિષ્ઠ અધિકારી મોરોપંત પિંગલેના જીવન પર આધારિત એક અંગ્રેજી પુસ્તકના વિમોચન સમારોહમાં સરસંઘચાલક મોરોપંત પિંગલેને યાદ કર્યા. આ પ્રસંગે તેમણે કહ્યું કે વૃંદાવનમાં યોજાયેલી સંઘની એક બેઠકમાં મોરોપંત પિંગલેને તેમના 75 વર્ષના થવા પર સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સમયે, તત્કાલીન સરકાર્યવાહ શેષાદ્રીએ પણ મોરોપંતને શાલ પહેરાવીને સન્માનિત કર્યા હતા. તે સમયે મોરોપંતે કહ્યું હતું કે હું 75નો અર્થ સમજું છું. મોરોપંતને યાદ કરતા મોહન ભાગવતે કહ્યું કે આ તેમનો એક ઉપદેશ છે. મોરોપંત પિંગલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કોઈપણ પ્રચાર વિના કામ કરવાનું અને 75 વર્ષ પછી નિવૃત્તિ લેવાનું શીખવ્યું હતું.

Advertisement

કટોકટી પછીના રાજકીય પરિવર્તન દરમિયાન આરએસએસના વડાએ પિંગલેની આગાહીઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જ્યારે ચૂંટણીઓની ચર્ચા થઈ ત્યારે મોરોપંતે કહ્યું હતું કે જો બધા વિપક્ષી પક્ષો એક સાથે આવે તો તેઓ લગભગ 276 બેઠકો જીતશે અને જ્યારે પરિણામો આવ્યા ત્યારે ફક્ત 276 બેઠકો જીતી શક્યા. ભાગવતે કહ્યું કે જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે મોરોપંત સતારા જિલ્લાના સજ્જનગઢ કિલ્લામાં હતા, જ્યાં તેઓ આ બધી ચર્ચાઓથી દૂર હતા.

ભાગવતે કહ્યું કે મોરોપંતે રામ જન્મભૂમિ ચળવળમાં પણ અશોક સિંઘલને આગળ રાખ્યા. તેઓ પોતે ક્યારેય આગળ વધ્યા નહીં. તેમણે પોતાના આચરણ દ્વારા ખ્યાતિથી દૂર રહીને કામ કરવાનો દાખલો બેસાડ્યો. તેમણે બાળપણથી જ આત્મબલિદાનની કઠિન સાધના કરી હતી. તેઓ સંઘ પ્રત્યે ખૂબ સમર્પિત હતા પરંતુ તેમને એવું નહોતું લાગતું કે તેઓ આવા કામ કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement