રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એડલ્ટ સ્ટાર સોફિયાનું 26 વર્ષની વયે નિધન

12:57 PM Mar 11, 2024 IST | Bhumika
Advertisement

એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. વધુ એક લોકપ્રિય એડલ્ટ સ્ટારનું અવસાન થયું છે. સોફિયા ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળી હતી. આથી તેના અચાનક જવાથી તેના ચાહકો પણ આઘાતમાં છે. સોફિયા તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેના સાવકા પિતાએ તેના મૃત્યુની પુષ્ટિ કરી છે. સોફિયાના સાવકા પિતાએ ફંડિંગ પેજ પર તેના મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું, તેની માતા અને પરિવાર વતી હું ભારે હૃદય સાથે અમારી પ્રિય સોફિયાના નિધનના સમાચાર શેર કરું છું. સોફિયાના આકસ્મિક મૃત્યુથી તેના પરિવાર અને મિત્રોને આઘાત લાગ્યો છે. પિતા માઈક રોમેરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સોફિયા 1 માર્ચ, 2024ના રોજ તેના પરિવાર દ્વારા તેના એપાર્ટમેન્ટમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. મૃત્યુનું કારણ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હેઠળ છે. સોફિયાના મોત બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ છે. છેલ્લા 3 મહિનામાં આ ત્રીજો કિસ્સો છે, જ્યારે કોઈ એડલ્ટ સ્ટારે દુનિયા છોડી દીધી છે. આ વર્ષે જાન્યુઆરીમાં પેરુની પોર્ન સ્ટાર થેના ફિલ્ડ્સ પણ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. કાગની લીએ માત્ર 36 વર્ષની વયે આત્મહત્યા કરીને દુનિયાને અલવિદા કહી દીધું. જાન્યુઆરીમાં જેસી ઝેન તેના બોયફ્રેન્ડ બ્રેટ હેસનમુલર સાથે ઓક્લાહોમામાં મૃત હાલતમાં મળી આવી હતી.

Advertisement

Tags :
Adult star SofiaAdult star Sofia deathindiaindia news
Advertisement
Next Article
Advertisement