અદાણીના શેરોમાં 20 ટકા સુધીના ગાબડાં, અમુકમાં લોઅર સર્કિટ
ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવવામાં આવ્યો છે. જેને લઈને ભારતીય શેરબજારમાં અદાણી ગ્રૂપના લિસ્ટેડ શેરોમાં ઘટાડો થયો છે. અદાણી ગ્રૂપના શેરમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 10 ટકા ઘટીને 2539 રૂૂપિયા પર આવી ગયો છે અને શેર લોઅર સર્કિટ પર આવી ગયો છે. અદાણી પોર્ટ્સમાં પણ 10 ટકા, અંબુજા સિમેન્ટમાં 10 ટકા અને અદાણી પાવરમાં 16 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જયારે અદાણી પોર્ટમાં 10ટકાની લોઅર સર્કિટ લાગી હતી.
ગુરુવારે (21મી નવેમ્બર) શેરબજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો નોંધાયો હતો.અદાણી ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 20 ટકા ઘટીને 697.70 રૂૂપિયા થયો હતો.
અદાણી ટોટલ ગેસનો શેર 14 ટકા ઘટીને 577.80 રૂૂપિયા, અદાણી ગ્રીન એનર્જીનો શેર 18 ટકા ઘટીને 1159 રૂૂપિયા, અઈઈનો શેર 10 ટકા ઘટીને 1966.55 રૂૂપિયા થયો હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ એન્ડ સેઝનો શેર પણ 10 ટકા ઘટીને 1160 રૂૂપિયા, અદાણી વિલ્મરનો શેર 8 ટકા ઘટીને 301 રૂૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
બીજીતરફ આજે અદાણીના શેરોમાં દબાણ આવતા ભારતીય શેરબજાર પણ તુટયુ હતુ અને સેન્સેકસ 600અંક તુટયો હતો. સેન્સેકસ ગઇકાલે 77578અંકે બંક થયા બાદ અને લાલ નિશાનમાં ખૂલીને 77100થી નીચે સરકી ગયો હતો. જયારે નિફટીમાં પણ 150 અંકથી વધુનું ગાબડુ પ્રારંભિક સેશનમાં જોવાયુ હતુ.