અભિનેતા સાહિલખાને બુર્જ ખલિફામાં કર્યા બીજા લગ્ન
સ્ટાઇલ ફેસ એક્ટર સાહિલ ખાને લોકોને ચોંકાવી દીધા છે.ગ્લેમર ઇન્ડસ્ટ્રીને અલવિદા કહેનારા સાહિલ ખાને લગ્ન કરી લીધા છે.વેલેનટાઇન ડે ના ખાસ દિવસે એક્ટરે લગ્ન કર્યા છે.ડભીતય ખય જેવી ફિલ્મમાં નામના મેળવ્યા બાદ સાહિલ ખાને તેની ગર્લ ફ્રેન્ડ મિલેના એલેક્ઝેન્ડ્રા સાથે લગ્ન કર્યા છે.દુનિયાની સામે તેમને એ વાતનુ એલાન કર્યું છે કે મિલેના તેમની હવે પત્નિ છે.
અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નના ફોટા અને વીડિઓ શેર કર્યા હતા. લગ્ન કોઇ સમાન્ય જગ્યા પર નહીં પરંતુ દુબઇમાં સ્થિત બુર્જ ખલીફામાં હતા.દુબઇમાં થયેલા આ ભવ્ય લગ્નને જોઈને ચાહકોના પણ હોંશ ઉડી ગયા . એક વીડિઓમાં, દંપતીના લગ્નની કેક દેખાય છે. આ કેક, સફેદ ગુલાબ અને સુશોભિત ફૂલોથી સજ્જ છે. દંપતીનું નામ અને લગ્નની તારીખ પણ તેના પર લખવામાં આવી હતી. આ વીડિઓ પોસ્ટ કરીને, સાહિલ ખાને લખ્યું, મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ કેક છે.