ફ્લાઇટમાં ટેક ઓફ પહેલાં એસી બંધ થઇ ગયું, ત્રણ બાળકો બેભાન
મુસાફરોની હાલત કફોડી, ઇન્ડિગો એરલાઇન્સ સામે આક્રોશ
દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં ટેક ઓફ કરતા પહેલા એસી બંધ થઈ ગયું હતું. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભેજ અને ગરમીએ તેમની સમસ્યાઓમાં વધુ વધારો કર્યો હતો. મહિલા સહિત ત્રણ બાળકો બેભાન થઈ ગયા હતા. જેમને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિલ્હીથી વારાણસી જઈ રહેલા ઈન્ડિગોના પેસેન્જરો સાથે પણ આવી જ સ્થિતિ બની હતી. ફ્લાઈટ નંબર 6 ઇ 2235માં ટેક ઓફ કરતા પહેલા જ એસી અચાનક બંધ થઈ ગયું હતું. એસી બંધ હોવાને કારણે ફ્લાઇટમાં હાજર મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ઓક્સિજનના અભાવે ત્રણ મુસાફરો બેભાન થઈ ગયા હતા.
જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આખી મુસાફરી દરમિયાન ફ્લાઈટના અઈમાં ખામી રહી હતી. મુસાફરોએ ટેક ઓફ કરતા પહેલા ક્રૂ મેમ્બર્સને આ અંગે જાણ કરી હતી પરંતુ તેમની ફરિયાદ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.
ફ્લાઈટનું એસી બંધ હોવાના કારણે પરેશાન મુસાફરોને પીડામાં મુસાફરી કરવાની ફરજ પડી હતી. ગરમી અને ભેજના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. મુસાફરી દરમિયાન ફ્લાઈટની અંદરના મુસાફરો ગુસ્સે થઈ ગયા. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિને કહેતા સાંભળી શકાય છે કે, પઅમે પાગલ છીએ કે અમે વારંવાર એસી ઠીક કરવા માટે કહી રહ્યા છીએ, તમે સમજી શકતા નથી.થ બીજો મુસાફર કહે, પતેઓએ અમારા જીવનની મજાક કરી છે.થ વીડિયોમાં ઘણા મુસાફરો ક્રૂ પર પોતાનો ગુસ્સો ઠાલવતા જોઈ શકાય છે.