રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઔદ્યોગિક ‘રતન’ ટાટાને દેશભરની અશ્રુભીની વિદાય

11:00 AM Oct 10, 2024 IST | admin
Advertisement

મુંબઇમાં અંતિમ દર્શન માટે તમામ ક્ષેત્રના મહાનુભાવો પહોંચ્યા: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં શોક જાહેર કરાયો, સરકારી સન્માન સાથે રતન ટાટાના અંતિમ સંસ્કાર

Advertisement

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમણે 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. દરમિયાન તેમની તબિયત અચાનક બગડતાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમના નિધનથી આખો દેશ શોકમાં છે. પીએમ મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે રતન ટાટાના અંતિમ સંસ્કાર સરકારી સન્માન સાથે કરવામાં આવ્યા હતા.

ટાટાની વિદાયના પગલે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં શોક જાહેર કરાયો છે. જયારે મુંબઇમાં સ્વ.રતન ટાટાને અંતિમ વિદાય આપવા અમિત શાહ સહીતના રાજકીય, ઔદ્યોગીક સહીતના ક્ષેત્રોના મહાનુભાવો પહોંચ્યા છે.
સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે ભારતના કોહિનૂર હવે રહ્યા નથી.સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે ભારતનો કોહિનૂર હવે રહ્યો નથી. રતન ટાટા જી હવે આપણી વચ્ચે નથી. આ સમગ્ર દેશ માટે દુ:ખદ ઘટના છે. આટલા મોટા પદ પર પહોંચ્યા પછી પણ તેઓ જમીન સાથે જોડાયેલા રહ્યા. તેમણે દેશની સેવા કરી છે. તેમના સંબંધીઓએ જણાવ્યું છે કે તેમના નશ્વર દેહને ગુરુવારે સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી દક્ષિણ મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસમાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે રાખવામાં આવેલ અને ત્યારબાદ રતન ટાટાના અંતિમ સંસ્કાર વરલી સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ કહ્યું કે રાજ્યમાં એક દિવસનો રાજ્ય શોક જાહેર કરાયો છે. તેમણે કહ્યું કે ગુરુવારે મહારાષ્ટ્રમાં સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય ત્રિરંગો અડધી કાઠીએ રહેશે. આ દિવસે રાજ્યમાં કોઈ મનોરંજન કાર્યક્રમ થશે નહીં. તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે મુંબઈના વર્લી વિસ્તારમાં કરવામાં આવશે. મહારાષ્ટ્રના સીએમની સાથે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ રાજ્યમાં એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. તેમણે પડથ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ઝારખંડ જેવા પછાત રાજ્યને વૈશ્વિક ઓળખ અપાવનાર ટાટા ગ્રૂપના પૂર્વ અધ્યક્ષ અને પદ્મ વિભૂષણ રતન ટાટાના નિધન પર એક દિવસીય રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના સીએમની સાથે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ રાજ્યમાં એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. તેમણે પડથ પર એક પોસ્ટમાં લખ્યું છે કે,ઝારખંડ જેવા પછાત રાજ્યને વૈશ્વિક ઓળખ અપાવનાર ટાટા ગ્રૂપના પૂર્વ અધ્યક્ષ અને પદ્મ વિભૂષણ રતન ટાટાના નિધન પર એક દિવસીય રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે.

રતન ટાટાને ભારત રત્ન આપવા શિંદે જૂથની માગણી
શિવસેના (એકનાથ શિંદે જૂથ)એ સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ કરી છે. પાર્ટીના નેતા રાહુલ કનાલે મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખીને કેન્દ્ર સરકારને ભારત રત્ન માટે રતન ટાટાનું નામ મોકલવાની વિનંતી કરી છે. ભારતને સૌથી મોટુ ઔદ્યોગિક સામ્રાજય આપનાર રતન ટાટાનું ગઇરાત્રે અવસાન થતા દેશભરમાંથી સ્વ.ટાટાને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે તેવામાં ‘ભારત રત્ન’ આપવાની પણ માંગણી થઇ છે.

Tags :
'Ratan' Tata across the countrybig businessmanindiaindia newstearful farewell to industrial
Advertisement
Next Article
Advertisement