સંસદ ભવનની લોબીમાં પહોંચ્યો વાંદરો, મચાવ્યું ભારે ઉધમ, જુઓ VIDEO
બે દિવસ પહેલા રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોના રસ્તાઓ પાણીમાં ડૂબ્યા હતા. આ દરમિયાન સંસદ ભવનનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સાંસદની અંદર એક વાંદરો આટાફેરા કરતો જોવા મળ્યો હતો. એક વાંદરો લોકસભા ચેમ્બરની બહાર કોરિડોરમાં અને બાદમાં સાંસદોની લોબીમાં ફરતો જોવા મળ્યો હતો
વાસ્તવમાં, સંસદ ભવન સ્થિત એમપી લોબીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વાંદરો સોફા પર બેઠો જોવા મળે છે. આટલું જ નહીં, વાંદરો લોબીની અંદર કૂદતો પણ જોવા મળ્યો હતો. આમાંથી એક વ્યક્તિએ સંસદ ભવનની અંદર વાંદરાનીનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાંદરાએ કોઈને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. વીડિયોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
સૂત્રોનું કહેવું છે કે વાંદરો ઈમારતના એક દરવાજેથી પ્રવેશ્યો હશે, કારણ કે નવી સંસદમાં જૂની સંસદની જેમ ખુલ્લા કોરિડોર નથી. વાંદરાને દેખાતાની સાથે જ સુરક્ષાકર્મીઓએ તેનો પીછો કર્યો, પરંતુ તે પહેલા તે સાંસદોની લોબીમાં સોફા પર કૂદી ગયો હતો. સૂત્રોનું કહેવું છે કે, જૂની બિલ્ડીંગમાં વાંદરાઓ જોવા એ સામાન્ય વાત હતી, પરંતુ શુક્રવારે નવી બિલ્ડીંગમાં આ પ્રકારની પ્રથમ ઘટના બની શકે છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના ગઈ કાલે બપોરે ત્યારે બની જ્યારે સંસદમાં કેન્દ્રીય બજેટ પર ચર્ચા ચાલી રહી હતી. આ પહેલીવાર નથી જ્યારે સંસદ પરિસરમાં વાંદરાઓ ઘૂસ્યા હોય. ગયા વર્ષે, G-20 સમિટ દરમિયાન, નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) એ વાંદરાઓને સંસદમાં પ્રવેશતા અટકાવવા માટે લંગુરના કટ-આઉટ લગાવ્યા હતા. જેથી લંગુરના ડરથી વાંદરાઓ પરિસરમાં પ્રવેશ ન કરે.