રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અખિલેશનો માસ્ટર સ્ટ્રોક, બ્રાહ્મણ નેતાને યુપીના વિપક્ષી નેતા બનાવ્યા

11:25 AM Jul 29, 2024 IST | admin
Advertisement

ભાજપની સવર્ણ વોટ બેંક તોડવાનો પ્રયાસ

Advertisement

સવર્ણોની પાર્ટી કહેવાતી બીજેપીને ઉત્તરપ્રદેશની સત્તામાંથી બેદખલ કરવા અખિલેશ યાદવે મોટો દાવ ખેલ્યો છે. બ્રાહ્મણ ચહેરાને વિપક્ષ નેતા બનાવતા બીજેપીની હાલત ખરાબ થઈ શકે છે.
યુપી વિધાનસભામાં વિપક્ષના નેતા કોણ હશે તેના પર સપાએ પડદો હટી ગયો છે. પેટાચૂંટણી પહેલા અખિલેશ યાદવે બ્રાહ્મણ ચહેરા પર પોતાની મહોર લગાવતા સિદ્ધાર્થનગરની ઇટવા વિધાનસભાના ધારાસભ્ય માતા પ્રસાદ પાંડેને યુપી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે. સાંસદ બનતા પહેલા સપા ચીફ અખિલેશ યાદવ આ પદ સંભાળતા હતા.

વિપક્ષના નેતા બન્યા બાદ માતા પ્રસાદ પાંડેએ કહ્યું કે મને ખબર ન હતી કે તેઓ વિપક્ષના નેતા બનવા જઈ રહ્યા છે. અખિલેશ યાદવે ફોન કર્યો અને મને તેમની પાસે બેસાડ્યો, પૂછ્યું, મેં કહ્યું કે તમે જે ઇચ્છો તે, પછી ફોન કરીને જાહેરાત કરી કે તમે વિરોધ પક્ષના નેતા હશો.

બીજી તરફ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની અભિનંદન આપતી પોસ્ટના જવાબમાં કહ્યું કે કેશવ પ્રસાદ મૌર્ય એક નેતા છે કારણ કે તેઓ નીચલી જાતિમાં જન્મ્યા છે. હું સંઘર્ષ કરીને નેતા બન્યો છું. માતા પ્રસાદે વધુમાં કહ્યું કે મોનસૂન ઓફર અને વિન્ટર ઓફરનો નિર્ણય રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ કરશે. મૌર્યએ પોસ્ટમાં અખિલેશ યાદવના નિર્ણયને પીડીએ સાથે વિશ્વાસઘાત ગણાવ્યો હતો.

Tags :
indiaindia newsmasterstorck
Advertisement
Next Article
Advertisement