પરમાત્માનું વિસ્મરણ ન કરવાનો દૃઢ સંકલ્પ તપ છે: મોરારિબાપુ
ઇન્ડોનેશિયાનાં યોગ્યકર્તાની ભૂમિ પર ગવાઇ રહેલી રામકથાનાં ચોથા દિવસે બાપુએ તુલસીદાસજીની મહત્વની વાત કળિયુગમાં અનેક પ્રપંચીઓ દ્વારા અનેક ખોટા પંથો,સંપ્રદાયોનાં નામે સમાજને ગેરમાર્ગે દોરાશે એ વાત પર વ્યાસપીઠ અને તલગાજરડા વિશેની માન્યતાઓ બાબત સ્પષ્ટતા કરી.
શાસ્ત્રો તેમજ નીજ અનુભવથી લાધેલી સમજ મુજબ દસ પ્રકારનાં તપ વિશે વાત કરી.ટીકાઓ,અપશબ્દો,સારું-નરસું સહન કરવું એ તપ છે. તપ અને ઋત પર સૃષ્ટિ ટકી છે.
તપએ આધાર છે,ઋત એ વ્યવસ્થા છે. સાથે એ પણ જણાવ્યું કે પ્રત્યેક દેવતાઓનાં ત્રણ રૂૂપ હોય છે:આધિભૌતિક,આધિદૈવિક અને આધ્યાત્મિક.
જેમ કે વરૂૂણનું જલ રૂૂપ,પાણી એ ભૌતિક રૂૂપ,વરૂૂણ દેવતા પણ છે અને કોઇનું નામ લેતા જ આંખમાં પાણી આવે,આંસુ આવે એ આધ્યાત્મિક રૂૂપ થયું.પૃથ્વિ ધરારૂૂપે ભૌતિક,માતા રૂૂપે દેવ અને સહનશીલતા,ધીરજ રૂૂપે આધ્યાત્મિક રૂૂપ. અગ્નિનું જ્વાળા રૂૂપે,સાત રંગ રૂૂપે ભૌતિક,યજ્ઞ રૂૂપે દેવ અને પ્રેમાગ્નિ,જ્ઞાનાગ્નિ,વિરહાગ્નિ એ આધ્યાત્મિક રૂૂપ થયું. પૂછાયું હતું કે બુધ્ધપુરુષ,ગુરૂૂનાં પગ પ્રક્ષાલનથી એનો અભિષેક કરાય?બાપુએ જણાવ્યું કે શાસ્ત્રોનાં આધારે ચોક્કસ યોગ્ય ગુરનાં ચરણ પ્રક્ષાલન કરાય પણ આમાં વ્યક્તિપૂજાનો ડર છે,પછી એ નામે પ્રપંચો પણ શરૂૂ થાય.પછી દંભ-પાખંડથી ઘેલછા,પરંપરા,ખોટો પ્રવાહ શરુ થાય. શ્રીમદ ભાગવત મહાપાદરજૌભિષેક-ગુરચરણની રજને અભિષેક કહે છે. કળિયુગમાં અનેક પંથ પ્રગટશે એ તુલસીજીની વાત પણ યાદ કરી. આપણા કૂળદેવતા કે કૂળદેવી વિશે ખબર ન હોય તોકૃષ્ણને કૂળદેવતા અને રૂૂક્મિણીને કૂળદેવી માની શકાય.
વિવિધ તપમાં:સત્ય-અસત્યનો વિવેક એ તપ છે,તમામ ઇન્દ્રીયો પર વિવેકથી સંયમ એ તપ છે. જગતનાં તમામ દ્વંદોને હસીને સહી લેવા તપ છે,સમય પર મૌન રહેવું તપ છે,વાદ કરવો પણ વિવાદ ન કરવો એ તપ છે.પરમાત્માનું વિસ્મરણ ન કરવાનો દ્રઢ સંકલ્પ તપ છે. સત્ અને ઋતમાંથી રાત્રિ,ને રાત્રિમાંથી સમુદ્ર પ્રગટ્યો એમ જણાવી આગામી દિવસોમાં સમુદ્રનાં રત્નો વિશેની વાત થશે એમ કહ્યું. દુર્ગા-ભગવતીની 16 ઉર્જાઓ છે.અમુક રજોગુણી,અમુક સત્વગુણી,કોઇ તમોગુણી છે.એ ભવ વિભવ પરાભવ કારિણી છે.આ ઉર્જાઓમાં: ક્ષમા,કૃપા,કીર્તિ,શ્રી-વૈભવ-ઐશ્વર્ય, વાક્, સ્મૃતિ, મેધા-બુધ્ધિ-પ્રજ્ઞા, ધૃતિ-ધૈર્ય, વરદા, શુભદા વગેરે ગણાવી. કથાપ્રવાહમાં યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજને રામકથા પહેલા શિવચરિત્ર સંભળાવે છે.
એક બાર ત્રેતાજુગ માંહિ; સંભુ ગયે કુંભજ રિષિ પાંહિ. કથા પછી એ ત્રેતાયુગના રામની લીલા ચાલતી હતી,રામને સિતાના વિરહમાં ફરતા,રડતાં જોઇ સતીને સંશય થયો,એણે સિતાનું રૂૂપ લઇ રામની પરીક્ષા કરી,નાપાસ થયા.ને શિવે પ્રતિજ્ઞા કરી,શિવ અલગ થયા,કૈલાસ પર આવીને સમાધિસ્થ થયા.સતી દુ:ખી થયાં.આ પ્રસંગનું ગાન કરી વિરામ અપાયો.