થૂંક જેહાદ કરનારને એક લાખનો દંડ, 3 વર્ષની જેલ
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ખાદ્ય પદાર્થો પર થૂંકવાના મામલે કડક કાર્યવાહી કરી છે. આવી ઘટનાઓને થૂક જેહાદ નામ આપતા સરકારે 25,000 રૂૂપિયાથી લઈને 100,000 લાખ રૂૂપિયા સુધીનો દંડ અને આરોપીઓ સામે 3 વર્ષ સુધીની જેલની જોગવાઈ કરતી માર્ગદર્શિકા બહાર પાડી છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીએ રાજ્યના પોલીસ મહાનિર્દેશક અભિનવ કુમારને આવી ઘટનાઓ પર નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
તાજેતરમાં જ ઉત્તરાખંડ સહિત દેશના ઘણા રાજ્યોમાંથી ખાદ્ય પદાર્થોમાં થૂંકવા અને પેશાબ કરવાના મામલા સામે આવ્યા હતા. આવા વીડિયો દરરોજ ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. મંગળવારે જ યુપી સરકારે આ મામલે કડક કાયદો બનાવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને સ્વાસ્થ્ય મંત્રીના નિર્દેશો અનુસાર ફૂડ સેફ્ટી વિભાગે આ અંગે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી છે.
મળતી માહિતી મુજબ, ભોજનમાં થૂંકવા અથવા પેશાબ કરવા સંબંધિત ઘટનાઓ હવે ગુનાની શ્રેણીમાં આવશે. આ ઘટનાઓ હવે ઉત્તરાખંડ પોલીસ એક્ટની કલમ 274 બીએનએસ અને ઉત્તરાખંડ પોલીસ એક્ટની કલમ 81 હેઠળ નોંધવામાં આવશે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે જો આવી ઘટનાઓથી ધાર્મિક, વંશીય અથવા ભાષાકીય ભાવનાઓને પ્રતિકૂળ અસર થાય છે, તો આ કેસ કલમ 196 (1) (બી) અથવા 299 હેઠળ નોંધવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
કલમ 299 મુજબ ધર્મ અથવા તે વર્ગની ધાર્મિક માન્યતાઓનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજાની જોગવાઈ છે.