નોઇડામાં 1510 કરોડના ખર્ચે એક હજાર એકરમાં બનશે ફિલ્મ સિટી
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ સિટીને જમીન પર લાવવાના પ્રયાસો શરૂૂ થઈ ગયા છે. YIDAએ સેક્ટર-21માં ઇન્ટરનેશનલ ફિલ્મ સિટીનું નિર્માણ અને સંચાલન ફિલ્મ નિર્માતા બોની કપૂરની કંપની બેવ્યુ પ્રોજેક્ટ્સ અને ભૂટાની ગ્રૂપને સોંપ્યું. આઠ વર્ષમાં એક હજાર એકરમાં ફિલ્મ સિટી સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ રૂૂ. 1510 કરોડનો ખર્ચ થશે. ડેવલપર કંપનીને છ મહિનામાં અહીં કામ શરૂૂ કરવાની શરત મૂકવામાં આવી છે. YIDAઅને ડેવલપર કંપનીના પ્રતિનિધિઓએ એમઓયુ પર હસ્તાક્ષર દરમિયાન અનેક જાહેરાતો પણ કરી હતી. ફિલ્મ નિર્માણ સુવિધાઓના નિર્માણ માટે સમય મર્યાદા ત્રણ વર્ષની છે. પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે આઠ વર્ષ છે.ફિલ્મ નિર્માતા અને બેવ્યુ પ્રોજેક્ટ્સના ભાગીદાર બોની કપૂરે જણાવ્યું હતું કે ફિલ્મ સિટી પ્રોજેક્ટ વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગના નકશા પર ઉત્તર પ્રદેશની હાજરી વધારશે.
કાર્યક્રમની ઔપચારિકતા બાદ તેમણે ફિલ્મ સિટીનું મોડલ પણ લોન્ચ કર્યું હતું.