રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાંચીનો ડોકટર અલકાયદાના મોડયુલનો માસ્ટર માઇન્ડ

05:21 PM Aug 23, 2024 IST | admin
Advertisement

દિલ્હી સહિત દેશના ટોચના શહેરોમાં આતંકવાદી હૂમલાની યોજના બનાવી હતી, એનઆઈએ- એટીએસની તપાસમાં ખુલાસો

Advertisement

ઝારખંડ અઝજએ ગુરુવારે આતંકવાદી સંગઠન અલ કાયદા ઇન્ડિયન સબ કોન્ટિનેંટ (અચઈંજ) ના મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે, જેણે દિલ્હી સહિત દેશના ઘણા શહેરોમાં આતંકવાદી હુમલાની યોજના બનાવી હતી. અઝજ, ગઈંઅ સાથે મળીને રાંચી, લોહરદગા અને હજારીબાગમાં પાડવામાં આવેલા દરોડામાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ મોડ્યુલ રાંચીના રહેવાસી ડો. ઈશ્તિયાક ચલાવી રહ્યો હતો. તેણે આ મોડ્યુલને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી વિસ્તરણ કર્યું હતું. ડો.ઇશ્તિયાક રાંચીની નામાંકિત ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો. આ મોડ્યુલના 8 લોકોની રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આતંકીઓ પાસેથી અઊં-47 સહિત અનેક હથિયારો મળી આવ્યાં હોવાની માહિતી છે.

ઝારખંડના આઈજી જણાવ્યું કે ધરપકડ કરાયેલા શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે.ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી ઘણા દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં છે. આ દસ્તાવેજોની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ લોકો ભારતમાં અલ કાયદાનું વિસ્તરણ, યુવાનોને તેની સાથે જોડવા, તેમને કટ્ટરપંથી બનાવવા, ભારતમાં શરિયા કાયદો સ્થાપિત કરવા અને બાંગ્લાદેશ સામે યુદ્ધ કરવા માટે કામ કરી રહ્યાં હતા.

અચઈંજ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં સક્રિય છે. તેમની યોજના દિલ્હી સહિત અનેક શહેરોમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની હતી. રાંચીમાં પકડાયેલા લોકોમાં એક મદરેસાના મૌલવીનો પણ સમાવેશ થાય છે.આ પહેલીવાર નથી જ્યારે ઝારખંડમાં આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકો પકડાયા હોય. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈંજઈંજના ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી. જેમાંથી બે શાહનવાઝ આલમ અને રિઝવાન અશરફ ઝારખંડના રહેવાસી છે. તેમાંથી એક શાહનવાઝ આલમ ગઈંઅ દ્વારા મોસ્ટ વોન્ટેડ હતો અને તેના પર 3 લાખ રૂૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તે હજારીબાગ શહેરના પાગામિલ-પેલાવલનો રહેવાસી છે.

ગઈંઅ અને અઝજની તપાસમાં પહેલાથી જ ખુલાસો થયો છે કે ઝારખંડના રાંચી, જમશેદપુર, હજારીબાગ, રામગઢ, લોહરદગા, પાકુર, ગઢવા અને ગિરિડીહ જિલ્લામાં આતંકવાદીઓના સ્લીપર સેલ સક્રિય છે.

Tags :
indiaindia newsmastermmastermindZARKHANDzarkhandnews
Advertisement
Next Article
Advertisement