મુંબઈ ઈન્ડિયન્સને ફટકો, સૂર્યકુમાર હજુ નહીં રમે
- મુંબઈ શરૂઆતના બન્ને મેચો હારી છે
આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સ માટે અત્યાર સુધી કંઈ સારું થયું નથી. આ સિઝનમાં ટીમ તેની શરૂૂઆતની બંને મેચ હારી ચૂકી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં બોલરોએ ખૂબ જ શરમજનક પ્રદર્શન કર્યું હતું અને 20 ઓવરમાં 277 રન આપ્યા હતા. આ બધાની વચ્ચે ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સૂર્યકુમાર યાદવ આગામી મેચોમાં પણ રમતા જોવા મળશે નહીં. વિશ્વના નંબર વન ટી20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હર્નિયા સર્જરીમાંથી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી અને તે કેટલીક વધુ આઈપીએલ મેચો રમી શકશે નહીં. નેશનલ ક્રિકેટ એકેડમી (ગઈઅ) તેની પ્રક્રિયા પર નજર રાખી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા સૂર્યકુમાર વર્તમાન સિઝનમાં અત્યાર સુધી કોઈ મેચ રમી શક્યા નથી અને તેની ટીમને બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સને સૂર્યકુમારની ખોટ છે, પરંતુ બીસીસીઆઈ આ આક્રમક બેટ્સમેનની ફિટનેસને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી કારણ કે તે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર ઝ20 વર્લ્ડ કપમાં મોટી ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.