For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

MGF, EMAAR અને હરિયાણાના પૂર્વ સીએમ હુડ્ડાની 834 કરોડની સંપત્તિ જપ્ત

11:24 AM Aug 30, 2024 IST | Bhumika
mgf  emaar અને હરિયાણાના પૂર્વ સીએમ હુડ્ડાની 834 કરોડની સંપત્તિ જપ્ત
Advertisement

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા સાથે જોડાયેલા એક કેસમાં કડક કાર્યવાહી કરી છે. દિલ્હી અને ગુરુગ્રામમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 834 કરોડ રૂૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ઈડીએ હુડા, EMAAR અને MGFડેવલપમેન્ટ લિમિટેડ સહિત અન્ય આરોપીઓ સામે મની લોન્ડરિંગ કેસમાં રૂૂ. 834 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

આ પ્રોપર્ટી ગુરુગ્રામ અને દિલ્હીના 20 ગામોમાં છે. આરોપ છે કે EMAAR-MGF, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને ડાયરેક્ટર DTCPત્રિલોક ચંદ ગુપ્તા સાથે મળીને આ વિસ્તારોમાં સસ્તા ભાવે જમીન હડપ કરી હતી. જેના કારણે જેમની જમીનો પચાવી પાડવામાં આવી હતી તે લોકોને જ નહીં પરંતુ સરકારને પણ નુકસાન થયું હતું.

Advertisement

EDએ Emaar India Limitedની રૂૂ. 501.13 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. રૂૂ. 332.69 કરોડની કિંમતની 401.65479 એકરમાં ફેલાયેલી મેસર્સ MGFડેવલપમેન્ટ લિમિટેડની સ્થાવર મિલકતો એટેચ કરવામાં આવી છે. અટેચ કરેલી મિલકતો હરિયાણા અને દિલ્હીના 20 ગામોમાં આવેલી છે. ઉપરાંત, ગુરુગ્રામના સેક્ટર 65 અને 66માં રહેણાંક પ્લોટવાળી વસાહતો માટે ડીટીસીપી દ્વારા મંજૂર કરાયેલા લાયસન્સને ધ્યાનમાં રાખીને એમાર ઈન્ડિયા લિમિટેડ અને MGFડેવલપમેન્ટ લિમિટેડ બંનેની મની લોન્ડરિંગ માટે તપાસ કરવામાં આવી રહી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે આ કેસની તપાસ કરી રહી છે. એફઆઈઆરમાં, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, તત્કાલીન ડીટીસીપી ડિરેક્ટર ત્રિલોક ચંદ ગુપ્તા, મેસર્સ એમાર એમજીએફ લેન્ડ લિમિટેડ અને અન્ય 14 કોલોનાઇઝર કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો સરકાર અને સામાન્ય જનતા સાથે છેતરપિંડી સાથે જોડાયેલો છે. હકીકતમાં અલગ-અલગ જમીન માલિકો પાસેથી સસ્તા ભાવે જમીન પડાવી બે કંપનીઓને આપવામાં આવી હતી. વર્ષ 2009માં, હરિયાણા સરકારે ગુરુગ્રામના સેક્ટર 58 થી 63, સેક્ટર 65-67માં 1417.07 એકર જમીન પર જમીન સંપાદન અધિનિયમ 1894ની કલમ 4 હેઠળ નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement