આતંકવાદની આગમાં જમ્મુના વધુ 7 જિલ્લા હોમાયા
શાંતિના દાવા વચ્ચે આતંકી ઘટનાઓમાં સતત ચિંતાજનક વધારો
તાજેતરમાં જમ્મુના દસમાંથી 7 જિલ્લામાં આતંકવાદી હુમલાઓમાં સતત વધારો થયો છે. આ ઘટનાઓ બાદ હવે અંકુશ રેખા પાસે ઉત્તર કાશ્મીરના ત્રણ જિલ્લામાં ઘૂસણખોરીની માહિતી મળી છે. આનો સામનો કરવા માટે શરૂૂ કરવામાં આવેલા ઓપરેશનમાં બુધવારે કુપવાડા જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જો કે આમાં એક જવાન પણ શહીદ થયો હતો. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે ગુપ્તચર માહિતીના પગલે સેના અને પોલીસે કુપવાડાના કોવુત વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઘૂસણખોરો સાથેના આ અથડામણ દરમિયાન બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. સુરક્ષા દળોએ એક ઘૂસણખોરને ઠાર માર્યો હતો. એક અધિકારી નાઈક દિલવાર ખાન ઘાયલ થયા હતા. બાદમાં ખાનનું અવસાન થયું.
ઇકોનોમિક ટાઇમ્સે શ્રીનગર સ્થિત આર્મીના ચિનાર કોર્પ્સને ટાંકીને જણાવ્યું હતું કે, કુપવાડાના કોવુત વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેના ચોક્કસ ઇનપુટના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે 23 જુલાઈ સુધી સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
તેમણે કહ્યું કે 24 જુલાઈએ શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી અને સૈનિકોએ તેમના પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં ઘૂસણખોરોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. તેમણે કહ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે.
છેલ્લા કેટલાક સપ્તાહોથી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા અને બાંદીપોરા જિલ્લામાં ઘૂસણખોરો વિરુદ્ધ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જમ્મુમાં કઠુઆ, સાંબા, ઉધમપુર, ડોડા, રિયાસી, રાજૌરી અને પૂંચ જિલ્લામાંથી ઘૂસણખોરીના પ્રયાસો અને હુમલાઓ થયા છે. આ ઉપરાંત મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે. સેના અને બીએસએફના અધિકારીઓએ કહ્યું છે કે ફેબ્રુઆરી 2021થી ભારત અને પાકિસ્તાન વચ્ચે નવા યુદ્ધવિરામ કરાર હોવા છતાં, નિયંત્રણ રેખા પારથી ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે.
કોવુત વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેના ચોક્કસ ઇનપુટના આધારે કાશ્મીરમાં જ નહીં, હવે જમ્મુ ક્ષેત્રના 7 જિલ્લાઓમાં પણ આતંકનો પડછાયો ફેલાયો છે; શું છે ખીણની સ્થિતિ?
કુપવાડામાં આતંકીઓ સાથેની તાજેતરની અથડામણ બાદ જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલી આતંકી ગતિવિધિઓ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જમ્મુના 10 જિલ્લામાં વધી રહેલી હિંસા બાદ હવે કાશ્મીરના 3 જિલ્લા પણ તેની પકડમાં છે.
થોડા મહિનામાં સ્થિતિ સામાન્ય થઇ જશે: લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાનો દાવો
દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બુધવારે કહ્યું કે કેટલાક લોકો કેન્દ્ર શાસિત પ્રદેશમાં શાંતિ પચાવી શકતા નથી. જોકે, તેમણે ખાતરી આપી હતી કે થોડા મહિનામાં સ્થિતિ સામાન્ય થઈ જશે. શ્રીનગરમાં એક કાર્યક્રમ બાદ સિંહાએ કહ્યું કે, કેટલાક લોકો કેન્દ્ર શાસિત પ્રદેશમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેમની સાથે એ જ રીતે કાર્યવાહી કરવામાં આવશે.