60% પરિણીત લોકો લફરાં માટે તલપાપડ
ભારતમાં લગ્નનું બંધન સાત જન્મોનું અને પવિત્ર સંબંધ ગણાય છે. લગ્નનો અર્થ છે બે લોકો સાત જન્મોના બંધનમાં બંધાઈ ગયા. જીવનસાથી સિવાય અન્ય કોઈ વિશે વિચારવું પણ જ્યાં પાપ માનવામાં આવે છે. ભારતમાં સંબંધોને લઈને વિદેશમાં જેવું કલ્ચર જોવા મળે છે તેવું નથી. અહીં પતિ પત્નીના સંબંધને નિભાવવા માટે પૂરી ઈમાનદારીથી પ્રયત્ન થાય છે. આ પવિત્ર સંબંધની ખાસ વેલ્યૂ છે.
જો કે ભારતીય પરિણીત લોકો અંગે થયેલા એક રિસર્ચે ચોકાવનારા ખુલાસા કર્યા છે.
આ સર્વે મુજબ ભારતના 60 ટકા પરિણીત લોકો બહાર અફેર કરવા માંગે છે. આ માટે ડેટિંગ એપનો ઉપયોગ કરે છે. તેઓ કોઈ બીજાના ખ્યાલમાં ખોવાયેલા રહે છે. તેઓ બીજા સાથે ડેટ પર જવા માંગતા હોય છે.ગ્લીડેન ડેટિંગ એપના સર્વે મુજબ 60 ટકા પરિણીત કપલ, કમિટેડ કપલ, રિલેશનશીપમાં રહેતા કપલ સ્વિંગિગ (એક શારીરિક ગતિવિધિ જેમાં પાર્ટનર્સ મનોરંજન માટે બીજા સાથે સેક્સ સંબંધ બાંધે છે) તરફ આગળ વધી રહ્યા છે. રિસર્ચ મુજબ ભારતીય સમાજમાં પરિણીત લોકો પોતાના પાર્ટનર સાથે બેવફાઈ કરતા જોવા મળે છે. રિસર્ચથી જાણવા મળ્યું છે કે 60 ટકાથી વધુ પરિણીત લોકો ડેટિંગના અલગ અલગ તરીકા અજમાવી રહ્યા હતા.
તેઓ સ્વિંગિંગ કરતા હતા. તેઓ સ્વિંગિંગને ખુલ્લા મને અપનાવી રહ્યા હતા જેથી કરીને તેઓ પોતાની જાતને એન્ટરટેઈન કરી શકે. અત્રે જણાવવાનું કે બેવફાઈનો અર્થ ફક્ત કોઈની સાથે શારીરિક સંબંધ બનાવવો એ જ નથી પરંતુ ઈમોશનલ કનેક્શન સાથે પણ હોય છે. એટલે કે જો કોઈ પોતાના પાર્ટનર ઉપરાંત કોઈ અન્ય સાથે ભાવાત્મક રીતે જોડાયેલા હોય તો તે પણ દગો જ કહેવાય. સર્વેમાં સામે આવ્યું છે કે 46 ટકા પુરુષો બહાર અફેર કરે છે. સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન એકબીજા સાથે જોડાયેલા રહે છે. રિપોર્ટથી જાણવા મળ્યું છે કે 36 ટકા મહિલાઓ અને 35 ટકા પુરુષો વર્ચ્યુઅલ ફ્લર્ટિંગ કરે છે. જ્યારે 33થી 35 ટકા લોકો પોતાના સાથી ઉપરાંત કોઈ અન્યના સપના જુએ છે. આમ પણ પોતાના સાથી ઉપરાંત કોઈ અન્યની કલ્પના કરવી એ તો હવે સામાન્ય વાત ગણવામાં આવે છે. આંકડાથી ખબર પડે છે કે 33 ટકા પુરુષ અને 35 ટકા મહિલાઓ ખુલ્લેઆમ આવી કલ્પના કરવાની વાત સ્વીકારે છે.