For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

5 વર્ષની બાળકી ઉપર દારૂના નશામાં તરુણનું પાશવી દુષ્કર્મ

05:33 PM Feb 28, 2025 IST | Bhumika
5 વર્ષની બાળકી ઉપર દારૂના નશામાં તરુણનું પાશવી દુષ્કર્મ

Advertisement

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એક ભયાનક ઘટના બની છે. પાંચ વર્ષની એક બાળકી ઉપર પડોશમાં રહેતા 17 વર્ષના સગીરે દારૂના નશામાં પાશવી બળાત્કાર ગુજારતા બાળકીને ગુપ્તાંગમાં 28 ટાંકા લેવા પડયા છે અને બાળકીની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના એક ગામમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર થયો હતો. તે લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. માસૂમ બાળકીના ચહેરાથી લઈને તેના ગુપ્તાંગ સુધી ઘણી જગ્યાએ દાંતના નિશાન છે. ગ્વાલિયરની કમલારાજા હોસ્પિટલના આઇસીયુમાં દાખલ બાળકી દરેક ક્ષણે અસહ્ય પીડામાંથી પસાર થઈ રહી છે.

Advertisement

ડોક્ટરોની ટીમે તેના પ્રાઈવેટ પાર્ટ પર 28 ટાંકા લગાવવા પડ્યા. 17 વર્ષના પાડોશી છોકરાએ દારૂૂના નશામાં ધૂત થઈને બળાત્કાર કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.કમલરાજા હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે માસૂમ બાળકીના શરીર પર ઘણા ઘા હતા. પ્રાઈવેટ પાર્ટ્સ પર ઊંડા ઈજાનાં નિશાન છે. કોઈક રીતે બાળકીને એનેસ્થેસિયા આપ્યા પછી ઓપરેશન કરવામાં આવ્યું. એક અલગથી કૃત્રિમ મળદ્વાર પણ બનાવવામાં આવ્યું હતું.

હવે ડોક્ટરોની એક ટીમ દરરોજ તેની મુલાકાત લે છે. તેને તેની સ્થિતિ વિશે ખબર છે, પણ બાળકી કોઈ જવાબ આપતી નથી. તે ચૂપ રહે છે. તે પોતે સમજી શકતી નથી કે તેની સાથે શું થયું છે. પડખું ફેરવવા માટે થોડી પણ હિલચાલ કરવાથી બાળકી શરીરમાં થતા દુખાવાને કારણે રડી પડે છે.માતાએ કહ્યું- તે જાનવરને ચાર રસ્તા પર ફાંસી આપવી જોઈએ પીડિતાની માતાએ ભાસ્કરને જણાવ્યું હતું કે નજીકમાં રહેતા એક છોકરાએ તેમની પુત્રી પર આ અત્યાચાર કર્યો છે. બાળકી છત પર રમી રહી હતી.

જ્યારે તેને ભાન આવ્યું, ત્યારે તેણે મને કહ્યું કે તે મને તેના ખોળામાં લઈ ગયો. આ પછી તેણે ગંદાં કૃત્યો કર્યાં અને તેને માર માર્યો. આટલું કહીને માસૂમ બાળકીની માતા રડવા લાગી હતી.ડોક્ટરોની ટીમે બે કલાકના ઓપરેશન બાદ બાળકીનો જીવ બચાવી લીધો હતો પરંતુ તેની હાલત હજુ પણ ગંભીર છે. આ ઓપરેશન પીડિયાટ્રિક સર્જન ડો. વિનય માથુર, ડો. ચિત્રાંગદા અને સ્ત્રીરોગ વિભાગના નિષ્ણાતોની ટીમે કર્યું હતું.

ગ્વાલિયરની ગજરારાજા મેડિકલ કોલેજના ડીન ડો. આરકેએસ ધાકડે જણાવ્યું હતું કે બાળકીના ગુપ્તાંગ અને મળદ્વારને ખૂબ જ નુકસાન થયું હતું. બાળકીનું મોટું આંતરડું કાપી નાખવામાં આવ્યું હતું અને તેના પેટ પર એક અલગ મળદ્વાર બનાવવામાં આવ્યું હતું.શિવપુરી જિલ્લાના દિનારા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. દારૂૂના નશામાં 17 વર્ષનો એક છોકરો 5 વર્ષની માસૂમ બાળકીને છત પરથી ઉપાડીને નજીકના એક ખાલી ઘરમાં લઈ ગયો.

અહીં તેની સાથે ક્રૂર વર્તન કર્યું.મળતી માહિતી મુજબ, તેણે બળાત્કાર દરમિયાન બાળકીનું માથું ઘણી વખત દીવાલ સાથે અથડાવ્યું હતું. આ દરમિયાન, બાળકીના નાના ભાઈ અને કેટલાંક અન્ય બાળકોએ આરોપીને જોયો. જ્યારે તેઓ ચીસો પાડવા લાગ્યા, ત્યારે તે માસૂમ બાળકીને છોડીને ભાગી ગયો.સ્થાનિક લોકોએ ફાંસી આપવાની માગ કરી 5 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારની ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ સ્થાનિક નાગરિકો સાથે મળીને કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો. ગુનેગારને ફાંસી આપવાની માગ સાથે કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement