રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જયપુરમાં 5 લોકોને જીવતા ભડથું થયા: રાતે સૂતા હતા ત્યારે ઘરમાં આગ ભડકી, માતા-પિતા સહિત 3 માસુમ બાળકોનાં મોત

10:47 AM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

જયપુરના વિશ્વકર્મામાં માં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ. એક મકાનમાં ભીષણ આગમાં લાગતાં પાંચ લોકો જીવતા સળગ્યા હતા. વિશ્વકર્માના જેસલ્યા ગામમાં લાગેલી આગમાં ત્રણ માસુમ બાળકો સહિત આખો પરિવાર મૃત્યુ પામ્યો. આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. તમામ મૃતકો બિહારના વતની હોવાની માહિતી મળી રહી છે. પોલીસે એફએસએલ ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી.

મધુબની બિહારનો એક પરિવાર જેસલ્યા ગામમાં ભાડે રહેતો હતો.મળતી વિગતો અનુસાર રાત્રે ઘરમાં આગ ત્યારે લાગી જ્યારે પરિવારના તમામ સભ્યો સૂતા હતા. લોકોને બહાર નીકળવાની કોઈ તક મળી ન હતી. આગથી બચવા તેઓ એક ખૂણામાં છુપાઈ ગયા હતા. જ્યાં જીવતા જ ભડથું થઇ ગયા. પાડોશીઓને આ ઘટનાની જન થતા તેમેને ફાયર વિભાગની ટીમ જન કટી હતી અને ત્યારબાદ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં પરિવારજનો મૃત્યુ પામ્યા હતા.

ફાયર વિભાગના કર્મચારીઓએ સળગેલી લાશને બહાર કાઢી હતી. આ તમામને પોસ્ટમોર્ટમ માટે એસએમએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આગનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું, 'વિશ્વકર્મા, જયપુરમાં ભીષણ આગને કારણે 5 નાગરિકોના અકાળે મોતના સમાચાર હૃદયને હચમચાવી નાખે તેવા છે. હું સર્વશક્તિમાન ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના ચરણોમાં દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુખ સહન કરવાની શક્તિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય. ઘાયલોને યોગ્ય સારવારની સુવિધા આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

Tags :
deathfireindiaindia newsJaipurjaipur news
Advertisement
Next Article
Advertisement