For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આસામમાં પુરથી 5 લાખ લોકો પ્રભાવિત, 11ના મોત

06:19 PM Jun 03, 2025 IST | Bhumika
આસામમાં પુરથી 5 લાખ લોકો પ્રભાવિત  11ના મોત

દેશના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં 29 મેના રોજ ચોમાસાએ દસ્તક આપી હતી. 5 દિવસ પછી પણ ચોમાસું ત્યાં અટકી ગયું છે. આને કારણે મણિપુર, આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ અને સિક્કિમમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

Advertisement

આસામના 22 જિલ્લાઓના 1254 ગામોના 5.35 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. 15 નદીઓ પૂરમાં છે. રોડ, રેલ અને બોટ સેવાઓ પ્રભાવિત છે. 165 રાહત શિબિરોમાં કુલ 31 હજાર 212 લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉત્તર સિક્કિમના લાચેંગ-ચુંગથાંગ શહેરોમાં ભૂસ્ખલનના કારણે ફસાયેલા 1678 પ્રવાસીઓને બચાવવામાં આવ્યા છે. 100 થી વધુ લોકો હજુ પણ અહીં ફસાયેલા છે. મંગન જિલ્લામાં પૂરને આપત્તિ જાહેર કરવામાં આવી છે. 31 મેની સાંજે જિલ્લાના છટેનમાં લશ્કરી છાવણીમાં ભૂસ્ખલનમાં 3 સૈનિકોના મોત થયા હતા. ગુમ થયેલા 6 સૈનિકોની શોધ ચાલુ છે.

Advertisement

બિહારના સિવાનમાં સોમવારે તોફાન અને વરસાદ પછી દિવાલ અને ઝાડ પડવાથી અલગ અલગ વિસ્તારોમાં 2 મહિલાઓ સહિત 7 લોકોના મોત થયા હતા. જયપુરમાં દિવાલ પડવાથી એક મહિલાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે જ સમયે, આજે મધ્યપ્રદેશના 38 જિલ્લાઓમાં તોફાન અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ત્રિપુરામાં પૂરની સ્થિતિમાં સુધારો થયો છે. નદીઓ ભયના નિશાનથી નીચે છે. રાજ્યના પૂરગ્રસ્ત જિલ્લાઓમાં 66 રાહત શિબિરો ખોલવામાં આવ્યા છે, 2926 પરિવારોના 10800 થી વધુ લોકો અહીં હાજર છે. પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં સૌથી વધુ 50 રાહત શિબિરો છે. રાજ્યમાં 219 ઘરો પૂરથી પ્રભાવિત થયા છે. આજે રાજ્યના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સોમવારે વાયુસેનાએ અરુણાચલ પ્રદેશમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. રાજ્યના નીચલી ખીણ દિબાંગમાં બોમજીર નદીમાં ફસાયેલા 14 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. વાયુસેનાના જણાવ્યા અનુસાર, આસામ અને અરુણાચલ પ્રદેશમાં ખઈં-17 હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

મણિપુરમાં પૂરથી 19 હજાર 811 લોકો પ્રભાવિત થયા છે. 3,365 ઘરોને નુકસાન થયું છે. છેલ્લા 4 દિવસમાં રાજ્યમાં ભૂસ્ખલનની 47 ઘટનાઓ બની છે. રાજ્યમાં 31 રાહત શિબિરો ખોલવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના પૂર્વ ભાગમાં છે.

સિક્કિમમાં સતત વરસાદને કારણે, તિસ્તા નદીના પાણીનું સ્તર 35-40 ફૂટ વધ્યું છે, જેના કારણે રસ્તાઓ અને પુલોને ભારે નુકસાન થયું છે. અરુણાચલ પ્રદેશમાં, વાયુસેનાએ રવિવારે ખશ-17 હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને પૂરગ્રસ્ત બોમજીર નદીમાં ફસાયેલા 14 લોકોને બચાવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement