બિહારમાં લઠ્ઠાકાંડ 28ને ભરખી ગયો, 25થી વધુ સારવારમાં, 3ની ધરપકડ
સિવાન અને છપરા જિલ્લાની ઘટના, મૃત્યુઆંક વધવાની સંભાવના
બિહારના બે જિલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાતા ભારે હાહાકાર મચ્યો છે. સિવાન અને છપરા જિલ્લામાં ઝેરી દારૂૂ પીવાના કારણે મૃત્યુઆંકમાં વધારો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સિવાનમાં 20 અને છપરામાં 8 લોકોના મોત થયા છે. આમ,અત્યાર સુધી 28 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 25થી વધુ લોકો હજુ પણ બીમાર છે. તેમાંથી મોટાભાગનાની સારવાર સિવાનની સદર હોસ્પિટલમાં ચાલી રહી છે જ્યારે કેટલાક લોકોની સારવાર છપરામાં ચાલી રહી છે. જ્યારે કેટલાકને પટના રિફર કરવામાં આવ્યા છે.
છપરાના પોલીસ વડા આશિષ કુમારે જણાવ્યું હતું કે, આ કેસની તપાસ માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આઠ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ખાતાકીય કાર્યવાહીના ભાગરૂૂપે મશરક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને મશરક વિસ્તારના અકઝઋ ઈન્ચાર્જ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે.
ઝેરી દારુ પીવાના કારણે અનેક લોકો બીમાર પડ્યા હોવાની માહિતી સામે આવતા ડીએમ, એસપી સહિત વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર 06154-24 2008 જાહેર કરવામાં આવ્યો છે અને લોકોને ઘટના અંગે તેમજ મૃતક લોકો અંગે તુરંત સૂચના આપવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત સદર હોસ્પિટલ સિવાન તેમજ બસંતપુર આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોને 24 કલાક એલર્ટ પર રહેવા નિર્દેશ અપાયો છે અને વધારાની એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
વિપક્ષે ઝેરી દારૂૂ પીવાથી અનેક લોકોના મૃત્યુને લઈને રાજ્ય સરકાર પર પ્રહોરો કર્યો હતો. આરજેડી નેતા મૃત્યુંજય તિવારીનું જણાવ્યું હતું કે, ઝેરી દારૂૂ પીવાથી લોકોએ જીવ ગુમાવ્યા છે. તે ખૂબ જ દુ:ખદ અને ચિંતાની વાત છે કે દારૂૂબંધીનો કાયદો હોવા છતાં બિહારમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ સામે આવે છે.
કેવી રીતે લોકો ઝેરી દારૂૂના કારણે મૃત્યુ પામે છે.
આરજેડી નેતા મૃત્યુંજય તિવારીએ આરોપ લગાવ્યો કે, દારૂૂ માફિયાઓને સરકારનું રક્ષણ છે અને જ્યાં સુધી તેમને સરકારનું રક્ષણ છે. દારૂૂબંધી અમલમાં છે પરંતુ દારૂૂબંધીના કાયદાનો ભંગ થઈ રહ્યો છે. એનડીએ સરકારને આની ચિંતા નથી.