કેજરીવાલને હરાવવા 28 ઉમેદવારો મેદાનમાં
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા 17 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે. 10 જાન્યુઆરીથી 17 જાન્યુઆરીની વચ્ચે કુલ 981 ઉમેદવારોએ કુલ 1521 ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. જો કોઈ દસ્તાવેજમાં કોઈ વિસંગતતા હશે તો તેનું નોમિનેશન ફોર્મ રદ કરવામાં આવશે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પર સૌથી વધુ નામાંકન દાખલ કરવામાં આવ્યા છે. અહીં 29 ઉમેદવારોએ 40 ઉમેદવારી પત્રો ભર્યા હતા.
આ સીટ પરથી દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ ચૂંટણી મેદાનમાં છે, જ્યારે દિલ્હીના પૂર્વ સીએમના પુત્ર પ્રવેશ વર્મા ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આ બંનેનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિત સામે છે. કોઈપણ ઉમેદવાર જે પોતાનું નામાંકન પાછું ખેંચવા માંગે છે તે 20 જાન્યુઆરી સુધી કરી શકશે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામો જાહેર થશે.
દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી જંગમાં ઉતર્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી તેના સહયોગી પક્ષો સાથે દિલ્હીમાં ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ જેડીયુ અને એલજેપી રામવિલાસને બે બેઠકો આપી છે. દિલ્હીની બુરારી સીટ નીતિશ કુમારની જેડીયુને અને દેવલી સીટ એલજેપીના રામવિલાસને આપવામાં આવી છે. ઉંઉઞએ બુરારી સીટ પરથી શૈલેન્દ્ર કુમારને મેદાનમાં ઉતાર્યા છે અને તેઓ અઅઙના ત્રણ વખત ધારાસભ્ય સંજીવ ઝા સામે ચૂંટણી લડી રહ્યા છે. હવે જો દેવલી સીટની વાત કરીએ તો એલજેપીએ દીપક તંવરને ટિકિટ આપી છે.
દિલ્હીમાં છેલ્લી વખત 1993માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી. તે સમયે મદનલાલ ખુરાના દિલ્હીના સીએમ બન્યા હતા. બીબીસીના રિપોર્ટ અનુસાર આ જીતમાં દિલ્હીમાં વોટ ડિસ્ટ્રીબ્યુશનની ભૂમિકા પણ મહત્વની માનવામાં આવે છે. તે વર્ષની ચૂંટણીમાં, વી.પી. સિંહની મંડલ રાજનીતિની અસર દિલ્હીમાં પણ સ્પષ્ટપણે દેખાઈ હતી અને જનતા દળને રાજ્યમાં 12 ટકાથી વધુ મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને લગભગ 35 ટકા અને ભાજપને લગભગ 43 ટકા વોટ મળ્યા હતા. જો કે, 1993માં 49 બેઠકો પર મોટી જીત છતાં, ભાજપને પાંચ વર્ષમાં ત્રણ વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા. ભાજપે પહેલા મદનલાલ ખુરાના, પછી સાહિબ સિંહ વર્મા અને છેલ્લે સુષ્મા સ્વરાજને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા હતા.
દિલ્હીમાં ભાડૂતોને પણ મળશે મફત વીજળી-પાણી: કેજરીવાલની જાહેરાત
દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે હવે દિલ્હીમાં ભાડૂતોને પણ મફત વીજળી અને પાણીનો લાભ મળશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો અમે એવી સ્કીમ લાવશું જેના દ્વારા ભાડૂતોને પણ મફત વીજળી અને પાણી મળશે. કેજરીવાલે કહ્યું કે આ યોજનાથી પૂર્વાંચલીના લોકોને ઘણો ફાયદો થશે.