9.80 કરોડ ખેડૂતોના ખાતામાં 22000 કરોડ જમા
વડાપ્રધાને બિહારના ભાગલપુરમાં દરેક ખેડૂતના ખાતામાં રૂપિયા 2000નો 19મો હપ્તો જમા કરાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પીએમ કિસાન નિધિનો 19મો હપ્તો 9.80 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યો હતો. આ યોજના નીચે લાભાથીર ખેડુતને ત્રણ હપ્તામાં વર્ષે રૂા.6000 મળે છે. પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ડાયરેકટ બેનીફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા જમા કરાવવામાં આવે છે. એ વખતે 9.4 કરોડ ખેડુતોને રૂા.20000 કરોડ મળ્યા હતા.
આ યોજન 2019માં શરૂ થઇ હતી. આ યોજના હાલમાં વિશ્ર્વની સૌથી મોટી ડીબીટી યોજના બની ચુકી છે. પીએમ-કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રજૂઆત પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું કે યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં લગભગ રૂૂ. 3.5 લાખ કરોડ જમા થયા છે. વડાપ્રધાને એકસ પર લખ્યું કે આ પહેલ ખેડૂતોને સન્માન, સમૃદ્ધિ અને નવી તાકાત આપી રહી છે અને કૃષિ ક્ષેત્રનો ઝડપથી વિકાસ થયો છે.
તેમણે કહ્યું કે લાખો નાના ખેડૂતોને આપવામાં આવતી નાણાકીય સહાયથી બજાર સુધી તેમની પહોંચ વધારવામાં મદદ મળી છે, જ્યારે ખર્ચમાં ઘટાડો થયો છે અને તેમની આવકમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ત્રણ રાજ્યોની મુલાકાતના ભાગરૂૂપે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટના ઉદ્ઘાટન બાદ પીએમ સોમવારે પૂર્વોત્તર રાજ્યની પણ મુલાકાત લેશે. મધ્યપ્રદેશમાં રોકાણકારોના સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે સમગ્ર વિશ્ર્વ ભારત તરફ આશા રાખી રહ્યું છે. તેમણે મધ્યપ્રદેશને પેટ્રોકેમીકલનું હબ બનાવવા હાકલ કરી હતી.
ભોજનમાં 10% તેલ ઓછું કરવા મોદીનો પડકાર
સ્થૂળતા સામે જાગૃતિ ફેલાવવા માટે પીએમ મોદીએ સોમવારે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સહિત 10 લોકોને નોમિનેટ કર્યા છે. ઓમર અબ્દુલ્લા, આનંદ મહિન્દ્રા ઉપરાંત, વડાપ્રધાન દ્વારા નામાંકિત કરાયેલા લોકોમાં ભોજપુરી અભિનેતા અને આઝમગઢના ભૂતપૂર્વ સાંસદ દિનેશ લાલ યાદવ નિરાહુઆ, ઓલિમ્પિયન મનુ ભાકર, મીરાબાઈ ચાનુ, દક્ષિણ અભિનેતા મોહનલાલ, ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણી, બોલિવૂડ અભિનેતા આર માધવ સાંસદ સુધા મૂર્તિ, ગાયિકા શ્રેયા ઘોષાલનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં દેશમાં વધતી સ્થૂળતાની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ખાદ્ય તેલમાં 10% ઘટાડો કરવા જેવા નાના પ્રયાસો દ્વારા આ પડકારનો સામનો કરી શકાય છે. પીએમે કહ્યું કે આ માટે તેઓ 10 લોકોને પડકાર આપશે કે શું તેઓ તેમના ભોજનમાં તેલ 10% ઘટાડી શકે છે? સોમવારે વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સહિત 10 લોકોને આ માટે પડકાર ફેંક્યો છે.