રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નાઇજીરિયામાં શાળાની ઇમારત તૂટી પડતાં 22 વિદ્યાર્થીનાં મોત

11:28 AM Jul 13, 2024 IST | admin
Advertisement

100થી વધુ વિદ્યાર્થી ફસાયાની આશંકા

Advertisement

ઉત્તર-મધ્ય નાઈજીરિયામાં એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક બે માળની શાળા ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના ત્યારે બની હતી જ્યારે વર્ગો ચાલી રહ્યા હતા. આ અકસ્માતમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે 100થી વધુ વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. કાટમાળ નીચે ફસાયેલા વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે.

વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પઠાર રાજ્યના બુસા બુજી સમુદાયની સેન્ટ્સ એકેડમી કોલેજમાં પહોંચ્યા હતા. વર્ગો શરૂૂ થયાની થોડી જ વારમાં શાળાનું મકાન ધરાશાયી થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાં ઘણા 15 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો હતા. પોલીસના જણાવ્યા અનુસાર કુલ 154 વિદ્યાર્થીઓ ફસાયા.

હતાવિદ્યાર્થીઓની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા છે.અકસ્માત બાદ ગામ લોકો શાળા પાસે એકઠા થઈ ગયા હતા. અહીં હાજર લોકોમાં ચીસા ચીસા પડી હતી, જ્યારે કેટલાક મદદ માટે પૂછતા જોવા મળ્યા હતા. આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઈજીરિયામાં ઈમારતો ધરાશાયી થવાની ઘટના સામાન્ય બની ગઈ છે.

Tags :
deathindiaindia newsnaijiriyastudentdeath
Advertisement
Next Article
Advertisement