For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ બિન જાટ, કોંગ્રેસ જાટ પર નિર્ભર: દલિતો કિંગ મેકર

05:44 PM Sep 30, 2024 IST | Bhumika
ભાજપ બિન જાટ  કોંગ્રેસ જાટ પર નિર્ભર  દલિતો કિંગ મેકર
Advertisement

ઓબીસી વોટ બેંક સાથે પંજાબીઓના મત મળે તો ભાજપને ભાંગડા, કુમારી સેલજા ફેક્ટર નડે નહીં તો કોંગ્રેસ પાર્ટીને બલ્લે-બલ્લે

મહાભારત અને પાણીપતની ઐતિહાસિક લડાઈની ભૂમિ ગણાતા હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનું ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જીતની હેટ્રિક ફટકારીને ભાજપ પોતાના 10 વર્ષ જૂના કિલ્લાને બચાવવા માટે રાજકારણના દરેક હથિયારનો ઉપયોગ કરી રહી છે. દાયકાઓથી ચાલી રહેલા સત્તાના દુષ્કાળને ખતમ કરવા માટે કોંગ્રેસ પોતાના તરખાટમાંથી આક્ષેપો સાથે વચનોના તીર કાઢીને દાવ લગાવી રહી છે પરંતુ સત્ય એ છે કે ચૂંટણી માત્ર જાતિના સમર્થન સુધી જ સીમિત છે. જ્યારે ભાજપ બિન-જાટ મતો પર ગણતરી કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ જાટ મતોના સંપૂર્ણ સમર્થનની આશા રાખી રહી છે.

Advertisement

આવી સ્થિતિમાં સત્તાની ચાવી લગભગ 21 ટકા દલિત મતો પર રહેલી છે. બંને મુખ્ય પક્ષો તેમના સમર્થક મતોના વિભાજનને ટાળીને દલિતોનું સમર્થન મેળવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, પરંતુ તેમના સિવાય ચૌટાલા પરિવાર ચૌધરી દેવીલાલના વારસાને લઈને બે અલગ-અલગ પક્ષોમાંથી ચૂંટણી લડીને પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી સહિત અનેક નાના પક્ષો પણ પોતાનું અસ્તિત્વ બતાવવા ચૂંટણી લડી રહ્યા છે.હરિયાણામાં ચાર મહિના પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને 10માંથી માત્ર પાંચ બેઠકો મળી હતી ત્યારે તેને ફટકો પડ્યો હતો. કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં પાંચ બેઠકો જીતીને પુનરાગમન માટે આશાવાદી છે.

બળવાને કારણે બગડેલા સમીકરણો સાથે બંને પક્ષો સંઘર્ષ કરી રહ્યા છે. કેટલીક બેઠકો પર બળવાખોરો પણ મજબૂત દેખાય છે. રાજ્યની તમામ 90 બેઠકો પર 5 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટેનો પ્રચાર ચૌપલા, પંચાયતો અને મંડીઓમાં ચરમસીમાએ છે, પરંતુ ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ શેરીઓમાં દેખાતો નથી.ભાજપે બિનજાટ રાજનીતિ કરીને ઓબીસીને પોતાની સાથે રાખવાની રણનીતિ અપનાવી છે. જાટો માટેની ટિકિટ 20થી ઘટાડીને 16 કરવામાં આવી હતી. બિન-જાટ મતદારોમાં પણ ભાજપનો આ નારો સફળ થતો જણાય છે. રોહતક વિસ્તારના કલાનૌર વિધાનસભા મુખ્યાલયના અરુણ અરોરા કહે છે કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પંજાબીઓ રહે છે. ભાજપે ભલે બહુ સારું કામ ન કર્યું હોય, પરંતુ આપણું અસ્તિત્વ બચાવવા આપણે તેની સાથે ચાલવું પડશે.

ભાજપ દલિત મતો ચોરી કરવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા કુમારી સેલજાના અપમાનનો મુદ્દો ઉઠાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની ચૂંટણી સભાઓમાં કોંગ્રેસમાં આંતરિક વિસંવાદિતાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. હાલમાં તેની અસર રોહતક પટ્ટામાં જમીન પર દેખાતી નથી પરંતુ અંબાલા-કુરુક્ષેત્રમાં તેની અસર જોવા મળી શકે છે. ચૂંટણીના પરિણામોથી જ વાસ્તવિકતા બહાર આવશે.
કોંગ્રેસે 90માંથી 28 બેઠકો પર જાટ સમુદાયના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. સરકાર બનાવવા માટે, કોંગ્રેસ અનુસૂચિત જાતિ માટે અનામત 17 બેઠકો સાથે વિધાનસભાની આ એક તૃતીયાંશ બેઠકો પર સંપૂર્ણ જોર લગાવી રહી છે.

પરંતુ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા અને કોંગ્રેસ મહાસચિવ કુમારી સેલજા વચ્ચેના અણબનાવને કારણે નુકસાન થવાની પણ સંભાવના છે. રાષ્ટ્રીય નેતાઓના પ્રયાસોને કારણે રાહુલ ગાંધીની સભામાં હુડ્ડા અને શૈલજા મંચ પર એકસાથે જોવા મળ્યા છે, પરંતુ જમીની સ્તર પર તેની અસરનું મૂલ્યાંકન કરવું સરળ નથી. જ્યારે પક્ષ ઉંઉંઙ-અજઙ અને ઈંગકઉ-ઇજઙ ગઠબંધન દ્વારા જાટ અને દલિત મતોના વિભાજનને રોકવા માટે સજાગ છે, ત્યારે તે 100 યાર્ડના મફત પ્લોટ અને જૂની પેન્શન યોજના જેવી જાહેરાતો દ્વારા બિન-જાટ મતોમાંથી સમર્થન મેળવવાની પણ આશા રાખે છે.

કઈ જાતિના કેટલા ટકા મતદારો?
જાટ -25-30%
દલિત -21%ત
પંજાબી -8%
બ્રાહ્મણ -8%
આહિર -5.25%
વૈશ્ય -5%
રાજપૂત -3.50%
સૈની -3%
મુસ્લિમ -4%

Advertisement
Tags :
Advertisement
Advertisement