રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

164 કરોડની ખંડણીના આરોપીઓ પાસેથી ઇડીની 200 ફાઇલ-કેસ પેપર્સ મળી આવ્યા

06:46 PM Feb 06, 2024 IST | Bhumika
Advertisement

164 કરોડ રૂૂપિયાની ખંડણીના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું યુનિટ 9 ઊંડે ઊતર્યું છે પરિણામે ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. ઉપરાંત ઈડીના એક અજાણ્યા અધિકારી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રોએ ખુલાસો કર્યો છે કે તપાસ દરમ્યાન અધિકારીઓને ઈડી દ્વારા પરીક્ષણ કરાયેલી 200 ફાઇલ અને કેસપેપર્સ મળી આવ્યાં હતાં. ક્રાઇમ બ્રાન્ચને શંકા છે કે ઈડીની તપાસ હેઠળ વિવિધ ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો પાસેથી ગેન્ગ દ્વારા 100 કરોડ રૂૂપિયાથી વધુની ખંડણી ઉઘરાવાય છે.

Advertisement

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચને શંકા છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલી ફાઇલનો કથિત ઉપયોગ ઈડીના અજાણ્યા શખ્સની સાઠગાંઠમાં ઈડી દ્વારા મેટર સેટલ કરવામાં થતો હતો. એજન્સીને એ પણ શંકા છે કે ખંડણીની રકમ 100 કરોડ રૂૂપિયાથી પણ વધુ હોઈ શકે છે. જોકે હાલ ક્રાઇમ બ્રાન્ચને કોઈ પુરાવા મળ્યા નથી જેથી સાબિત થાય કે જેમની પાસેથી ફાઇલ અને કેસપેપર જપ્ત કરાયેલાં છે તેમણે મોટી માત્રામાં ખંડણી વસૂલી છે.જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં યુનિટ 9 દ્વારા રમેશ ભગત (જે રોમી ભગત તરીકે પણ ઓળખાય છે) સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને શંકા છે કે ભગત મુખ્ય સૂત્રધાર છે અને કથિત કેટલાક પોલિટિશ્યન અને બ્યુરોક્રેટ્સ સાથે સંપર્કમાં છે, જેમના કોન્ટેક્ટનો ઉપયોગ કરીને મેટર સેટલ કરે છે. જોકે ક્રાઇમ બ્રાન્ચે સીધી રીતે કોઈ પણ ઈડી અધિકારી કે બ્યુરોક્રેટના નામનો ઉલ્લેખ આ કેસમાં કર્યો નથી. ક્રાઇમ બ્રાન્ચે ટોપના એક બિલ્ડર તરફથી મળેલી ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો છે, ડી. એન. નગર એરિયાના કેટલાક ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં આર્થિક વિવાદનો આરોપ છે.

બિલ્ડરના દુશ્મને તેની વિરુદ્ધ મુંબઈ ઈઓડબ્લ્યુ સાથે કેસ દાખલ કર્યો અને તરત બિલ્ડરને અજાણી વ્યક્તિ દ્વારા ઈડીની સંડોવણીના કોલ આવવા લાગ્યા હતા. ઈડીના ડરથી બિલ્ડર આ વ્યક્તિને મળવા તૈયાર થઈ ગયો. મુલાકાત દરમ્યાન બિલ્ડરને તેના દુશ્મન બિલ્ડર દ્વારા 164 કરોડ રૂૂપિયા આપવા ધમકી આપવામાં આવી હતી કે પૈસા નહીં આપે તો બિલ્ડરને ઈડીનો સામનો કરવો પડશે. મુલાકાતમાં ઈડીના માણસ તરીકે હાજર રહેલી વ્યક્તિની પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ તપાસમાં મળી આવેલા કેસપેપર માટુંગા પોલીસે મહાદેવ ઍપમાં કેસ દાખલ કરેલા આરોપીના હતા, જે કોર્ટકેસના આધારે સાઇબર સેલને સોંપવાના હતા. એફઆઇઆરમાં 30થી વધુ આરોપીઓનાં નામ છે જેમાં ડાબર ગ્રુપના ડિરેક્ટરનું નામ પણ છે. ડાબર ગ્રુપના અન્ય કેસના આરોપીની વિગતો પણ સામે આવી છે.

Tags :
EDindiaindia news
Advertisement
Next Article
Advertisement