ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

યુપીમાં 108 વીઘા જમીનના ટેકરાને લાક્ષાગૃહ જાહેર કરતી સિવિલ કોર્ટ

06:47 PM Feb 06, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

યુપીના બાગપતના બરનાવા ગામમાં આવેલો 108 વીઘા જમીનનો ટેકરો મહાભારત કાળના લાક્ષાગૃહ જાહેર થયો છે. હકીકતમાં હિંદુઓ આ જગ્યાને મહાભારત કાળનું લાક્ષાગૃહ ગણતાં હતા જ્યારે મુસ્લિમો તેને શેખ બદરુદ્દીનની દરગાહ ગણાવી રહ્યાં હતા.

Advertisement

સિવિલ કોર્ટે આ જગ્યાને શેખ બદરુદ્દીનની દરગાહ નથી ગણી તેને બદલે લાક્ષાગૃહ હોવાનો ચુકાદો આપ્યો છે.બરનાવા ગામમાં આવેલા લાક્ષાગૃહનું વર્ણન મહાભારતમાં પણ મળે છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે પાંડવોને જીવતા સળગાવી દેવા માટે કૌરવો દ્વારા આ જ ઠેકાણે લાક્ષાગૃહ બનાવાયું હતું અને તેમને જીવતા સળગાવાયા હતા પરંતુ તેઓ ચાલાકીથી નાસી છૂટ્યા હતા.

મુઘલ શાસકો અહીં આવીને રાજ કરતા હતા ત્યારે તોડફોડ કરીને તેમને જે કરવું હોય તે કર્યું હતું. જુબાની અને પુરાવા બાદ કોર્ટને જાણવા મળ્યું છે કે, તે ખરેખર કબ્રસ્તાન નથી. તે 108 વીઘા જમીન છે. ઊંચો ટેકરો છે. પાંડવો અહીં આવ્યા હતા અને તેમને મારી નાખવા માટે લાખામંડપ બનાવાયો હતો, આ લાખામંડપ પર લાક્ષાગૃહ છે.મુકીમ ખાને આ મામલે 1970માં મેરઠ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જે હજુ પણ બાગપત કોર્ટમાં ચાલી રહ્યો છે. 1952માં અજઈંની દેખરેખમાં શરૂૂ થયું હતું. ખોદકામમાં મળેલા અવશેષો દુર્લભ શ્રેણીના હતા. ખોદકામમાં 4500 વર્ષ જૂના માટીના વાસણો મળી આવ્યા હતા. મહાભારત કાળ પણ આટલા જ વર્ષો જૂનો છે.30 એકરમાં ફેલાયેલો વિશાળ ટેકરા છે. તેની ઊંચાઈ 100 ફૂટ છે. આ ટેકરાની નીચે એક ગુફા પણ છે. 2018માં અજઈંએ મોટા પાયે ખોદકામ શરૂૂ કર્યું હતું. અહીં માનવ હાડપિંજર અને અન્ય માનવ અવશેષો મળી આવ્યા છે. વિશાળ મહેલ અને વસાહતની દિવાલો પણ મળી આવી છે.મહાભારતમાં એક વાર્તા છે કે દુર્યોધન હસ્તિનાપુરની ગાદી પર બેસવા માંગતો હતો. તેણે પાંડવોને બાળીને મારી નાખવાની યોજના બનાવી હતી અને દુર્યોધને તેના મંત્રી પાસે લાક્ષાગૃહનું નિર્માણ કરાવ્યું હતું.

આ લક્ષાગૃહ લાખ, મીણ, ઘી અને તેલ મિક્સ કરીને બનાવવામાં આવ્યું હતું. ધૃતરાષ્ટ્રે પાંડવોને લાક્ષાગૃહમાં રહેવાનો આદેશ આપ્યો. ધૃતરાષ્ટ્રની સલાહથી જ પાંડવો લાક્ષાગૃહમાં રહેવા ગયા અને લાક્ષાગૃહમાંને આગ લગાડવામાં આવી, પણ પાંડવો નાસી છૂટ્યા.લાક્ષાગૃહ પ્રયાગરાજથી ફક્ત 40 કિમી દૂર છે અને યોગી સરકાર 2025ના કૂંભ મેળા પહેલા આ જગ્યાને મોટા પ્રમાણમાં પ્રમોટ કરી રહી છે.

Tags :
indiaindia newsUP News
Advertisement
Advertisement