રોજગાર પર 2 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે, 4 કરોડ યુવાઓને થશે ફાયદો, બજેટમાં મોટી જાહેરાત
મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આ બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, 'ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ સતત સારો થઈ રહ્યો છે. ભારતનો ફુગાવો સ્થિર છે, જે 4%ના લક્ષ્ય તરફ છે.
નાણામંત્રીએ કહ્યું છે કે ગરીબ, યુવા, મહિલાઓ, ખેડૂતો જેવા મહત્વપૂર્ણ વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોજગાર, કૌશલ્ય, MSME, મધ્યમ વર્ગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભારતના લોકોએ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ ઐતિહાસિક ત્રીજી મુદત માટે ફરી ચૂંટાયા છે.
https://www.facebook.com/watch/?v=8469682229722599
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. આ વર્ષે અમે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
એજ્યુકેશન લોન પર વ્યાજમાં છૂટ
કેન્દ્રીય બજેટ 2024-25 માં દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓની મદદ માટે મોડેલ સ્કીલ લોન યોજનામાં સુધારાનો પ્રસ્તાવ મૂકાયો છે. ઘરેલુ સંસ્થાનોમાં હાયર એજ્યુકેશન માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે ઈ વાઉચર દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને સીધી લોન રકમના 3%ની વાર્ષિક વ્યાજ છૂટ માટે અપાશે.