રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચાર રાજ્યોમાં ભારે વરસાદ-ભૂસ્ખલનથી 182નાં મોત

11:05 AM Jul 11, 2024 IST | admin
Advertisement

યુ.પી.માં વીજળી ત્રાટકતા 52 લોકોનો ભોગ લેવાયો, ભૂસ્ખલનના કારણે 200થી વધુ રોડ ઠપ, 3000 યાત્રિકો ફસાયા

Advertisement

દેશમાં ચોમાસાને કારણે અનેક રાજ્યોમાં સારો એવો વરસાદ પડ્યો છે તો ઘણા માટે આ ચોમાસુ આફત બની ગયું છે. અત્યાર સુધીમાં યુપીમાં 52, બિહારમાં 16, આસામમાં 92 અને હિમાચલ પ્રદેશમાં 22 લોકો વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. દેશના ચાર રાજ્યોમાં જ 182 લોકોના મોત નિપજયા છે.
બુધવારે વીજળીએ પૂર્વ અને મધ્ય ઉત્તર પ્રદેશમાં તબાહી મચાવી છે. અહીં વીજળી પડવાથી 47 લોકોના મોત થયા છે. આ સિવાય મૈનપુરીમાં પણ વીજળી પડવાથી પાંચ લોકોના મોતના સમાચાર છે. આ દરમિયાન વીજળી પડવાથી અનેક લોકો દાઝી ગયા હતા.

એકલા ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી કુલ 52 લોકોના મોત થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, યુપીના વારાણસી, આઝમગઢ અને મિર્ઝાપુર ડિવિઝનના જિલ્લાઓમાં મુશળધાર વરસાદે લોકોને આકરી ગરમીથી રાહત આપી હતી, પરંતુ વીજળી પડવાથી 11 લોકોના મોત થયા હતા. આ દરમિયાન 17 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. દાઝી ગયેલા લોકોમાં 16 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

ઉત્તરપ્રદેશ અને બિહારમાં તો ઘણી જગ્યાએ આકાશથી વીજળી પડવાને લીધે ઘણાં લોકોએ જીવ ગુમાવ્યાની માહિતી મળી છે. ઉત્તરાખંડના ચમોલીમાં ગઈકાલે જ ભૂસ્ખલન થયા બાદ બદ્રીનાથ હાઈવે બંધ થઈ ગયો હતો. જેના લીધે 3000થી વધુ યાત્રીઓ ફસાઈ ગયાની માહિતી મળી છે. ઉત્તરાખંડના હલ્દવાની, બનબસા, સિતારગંજ, ખટીમા અને ટનકપુરમાં વરસાદને કારણે હાલત દયનીય થઈ ચૂકી છે. કાટમાળને કારણે 200થી વધુ રોડ ઠપ થઇ ગયા છે.

બીજી બાજુ બિહારમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિત અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ગોપાલગંજ, બેતિયા, બગહામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બુધવારે જ વીજળી પડવાને કારણે 4 લોકો બિહારમાં મૃત્યુ પામી ગયા હતા જ્યારે 6 ઈજાગ્રસ્ત થયા હતા.

જ્યારે આસામની વાત કરીએ તો બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓમાં જળસ્તર વધી ગયું છે. હાલ તે ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જોકે તેમ છતાં પ્રદેશમાં પૂરની સ્થિતિ સુધરી છે. 26 જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા 17 લાખ થઈ ચૂકી છે. વધુ 7 લોકોના મૃત્યુ સાથે આ આંકડો 92 સુધી પહોંચી ગયો છે.

પર્વતીય રાજ્ય હિમાચલમાં પણ વરસાદના કારણે લોકો પરેશાન છે. છેલ્લા 2 અઠવાડિયામાં 22 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 27 જૂને રાજ્યમાં ચોમાસું પહોંચી ગયું હતું. ત્યારથી અત્યાર સુધીમાં વરસાદને કારણે 172 કરોડ રૂૂપિયાનું નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધી મંડી જિલ્લામાં 5 મુખ્ય માર્ગો, શિમલામાં 4 અને કાંગડામાં ત્રણ રસ્તા ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયા છે. બીજી તરફ ગુજરાતમાં 223 મીમી વરસાદ નોંધાયો છે. આ રાજ્યમાં કુલ વરસાદના 25 ટકા છે.

યુપીમાં અનેક ગામો પૂરમાં ડૂબ્યા
યુપીમાં ઘણી નદીઓ જોખમી સ્તરે પહોંચી ગઈ છે. સરયૂ, ઘાઘરા અને રાપ્તી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બલરામપુર અને લખીમપુરમાં પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં 5 લોકોના મોત થયા હતા. લખીમપુરના ઘણા ગામો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. 125થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે. બુધવારે રાજ્યમાં વરસાદ પડ્યો ન હતો પરંતુ વીજળી પડવાથી 52 લોકોના મોત થયા હતા.

Tags :
deathheavyrainindiaindia newsupUPNEWS
Advertisement
Next Article
Advertisement