For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુપીમાં ગેરકાયદે 13,000 મદરેસાને તાળાં મરાશે

11:30 AM Mar 07, 2024 IST | Bhumika
યુપીમાં ગેરકાયદે 13 000 મદરેસાને તાળાં મરાશે
  • વિદેશથી ગેરકાયદે ફંડિંગ મેળવતા સરહદી જિલ્લાના મદરેસાઓ ધર્માંતરણ, દેશવિરોધી પ્રવૃત્તિઓ ચલાવતા હોવાનો સિટનો રિપોર્ટ

યુપી સરકારની સૂચના પર રાજ્યમાં ગેરકાયદેસર મદરેસાઓની તપાસ કરી રહેલી એસઆઈટીએ પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. યુપીમાં ગેરકાયદેસર મદરેસાઓ પર તપાસનો દોર ગરમાયો છે. યુપી એસઆઈટી લાંબા સમયથી તેમની તપાસ કરી રહી હતી. હવે જઈંઝએ તેનો રિપોર્ટ યુપી સરકારને સોંપ્યો છે. આ તપાસમાં કુલ 23 હજાર મદરેસાઓમાંથી 5 હજારને અસ્થાયી માન્યતા મળી છે. જેમાંથી ઘણા છેલ્લા 25 વર્ષમાં માન્યતાના ધોરણોને પૂર્ણ કરી શક્યા નથી.

Advertisement

પોલીસના આ મહત્વપૂર્ણ દસ્તાવેજોમાં લગભગ 13 હજાર ગેરકાયદેસર મદરેસાઓ બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે. આમાંના મોટાભાગના ગેરકાયદે મદરેસા નેપાળ બોર્ડર પર છે. આ તમામ મદરેસા સંચાલકોની ગતિવિધિઓ શંકાસ્પદ હતી. મોટાભાગની મદરેસાઓ કાયદેસર રીતે ત્રણ મોટા આરોપોથી ઘેરાયેલી હતી.

યુપી એસઆઈટીને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર મદરેસાઓમાં ધર્માંતરણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મોટાભાગની મદરેસાઓને વિદેશમાંથી ફંડ મળતું હતું. આ મદરેસાઓનો ઉપયોગ ભારત વિરોધી ગતિવિધિઓ માટે પણ થતો હતો. જેઓ વિદેશમાંથી ભંડોળ મેળવતા હતા તેઓ તેમના માસ્ટરના ધૂન પર નાચતા હતા. રિપોર્ટમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે સુનિયોજિત કાવતરાના ભાગરૂૂપે ટેરર ફંડિંગ માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. આ રકમ હવાલા મારફતે મદરેસાના નિર્માણ માટે મોકલવામાં આવી હતી.

Advertisement

યુપી એસઆઈટીના રિપોર્ટમાં કુલ 13000 મદરેસાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોટાભાગની મદરેસાઓ છેલ્લા 20 વર્ષોમાં ગલ્ફ દેશોમાંથી મળેલા ભંડોળથી બનાવવામાં આવી છે. યુપીના સરહદી જિલ્લાઓ ગેરકાયદેસર મદરેસાઓ બનાવવા માટેના હોટ સ્પોટ છે, જેથી જરૂૂર પડ્યે ત્યાંથી બચવું સરળ બને છે. આ ગેરકાયદેસર મદરેસાઓમાંથી દેશવિરોધી પ્રવૃતિઓ કરવામાં આવી રહી હતી.

દરેક સરહદી જિલ્લામાં 500 ગેરકાયદે મદરેસા: વિદેશથી 100 કરોડનુું ફંડ મળ્યાના પુરાવા
મહારાજગંજ, શ્રાવસ્તી, બહરાઈચ સહિત 7 જિલ્લામાં મોટાભાગની ગેરકાયદેસર મદરેસાઓ છે. એટલે કે દરેક સરહદી જિલ્લામાં ગેરકાયદેસર મદરેસાઓની સંખ્યા 500થી વધુ છે. આ તમામ મદરેસાઓ ચલાવનારા લોકો તેમના ખર્ચ અને કમાણીનો સાચો હિસાબ આપી શક્યા નથી. ટેરર ફંડિંગ માટે એકત્ર કરાયેલા પૈસા હવાલા મારફતે મોકલવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર મદરેસાઓ ચલાવનારા લોકો તેમના દાતાઓના નામ પણ જાહેર કરી શક્યા નથી. યુપી એસઆઈટીને 80 મદરેસાઓને વિદેશમાંથી 100 કરોડ રૂૂપિયાના ફંડિંગના પુરાવા મળ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement