મુંબઇમાં 10 હજાર જૈનોની અહિંસા રેલી, મૂક આક્રોશ
વિલે પાર્લ-ઈસ્ટમાં કાંભલીવાડી વિસ્તારમાં આવેલા 1008 પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને વૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ગુરુવારે તોડી પાડ્યું એના વિરોધમાં આજે સવારે 9:30 વાગ્યે અહિંસા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ . આ રેલીમાં 10,000 જેટલા જૈનો જોડાય હતા રેલી વિલે પાર્લે-ઈસ્ટની કાંબલીવાડીથી નીકળીને અંધેરી-વેસ્ટમાં એસ વી. રોડ પર આવેલા BMC ના કે-વેસ્ટ વોર્ડ સુધી જશે અને અહીં જૈન મંદિર તોડનારા અધિકારી સામે સખત કાર્યવાહી કરવાની અને તોડી પાડવામાં આવેલા જૈન મંદિરને ફરીથી બાંધવાની માગણી કરતું આવેદનપત્ર સંબંધિત અધિકારીને આપ્યુ હતુ .
BMC એ 1961 પહેલાંના શહેરનાં તમામ બાંધકામને કાયદેસરનાં જાહેર કર્યાં છે. 1998માં જૈન મંદિર માટે આ બંગલો એ સમયના માલિકે ભાડા પર આપ્યો હતો. આજે પણ બંગલાના માલિકને ભાડું ચૂકવવામાં આવે છે. લાઈટ અને પાણીનાં કનેક્શન જૈન મંદિર ટ્રસ્ટના નામે છે.
BMC ના લીગલ વિભાગે આ જૈન મંદિરને 2013ની 8 ઑગસ્ટે કાયદેસર જાહેર કર્યું હતું. જૈન મંદિર પાસેની નેમિનાથ સોસાયટીએ કોર્ટમાં જૈન મંદિરને તોડવા માટેની ઍપ્લિકેશન આપી હતી, જે પેન્ટિંગ છે. હકીકતમાં આ સોસાયટી સાથે જૈન મંદિરને કોઈ લેવાદેવા નથી.
નેમિનાથ સોસાયટીની કમિટીમાં રામા ક્રિષ્ના હોટેલના માલિક છે, જેઓ જૈન મંદિર હતું એ બંગલો મેળવવા માગતા હતા. જોકે બંગલાના માલિકે જગ્યા જૈન પીદર કારને સોંપી દીધી હતી એટલે તેમણે સોસાયટીને બંગલો આપવાની ના પાડી હતી. નેમિનાથ સોસાયટી અને રામા કિષ્ના હોટેલમાં 2006થી ગેરકાયદે બાંધકામ કરવા બાબતે અમે BMC ને ફરિયાદ કરી રહ્યા છીએ, પણ તેમની સામે કોઈ કાર્યવાહી નથી થતી.
જ્યારે BMC ના કે-ઈસ્ટ વોર્ડના નવનાથ વાડગેએ જૈન મંદિરને તોડવાનો ઓર્ડર 64 આપ્યો હતો. અમે તોડકામના ઑર્ડરને બોમ્બે હાઈ કોર્ટમાં પડકારીને સ્ટે મેળવ્યો હતો. આમ છતાં ગુરુવારે સ્ટે-ઓર્ડરની કોપી અમારા હાથમાં આવે એ પહેલાં જ સવારે જૈન મંદિરને તોડી નાખવામાં આવ્યું હતું. આ લોકોએ ભગવાનની મૂર્તિઓ પણ તોડી નાખી હતી.
BMC ની આ કાર્યવાહીના વિરોધમાં ગુરુવારે મોડી સાંજે જૈન વિધાનસભ્ય અને રાજ્યના કેબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાની હાજરીમાં હજારો જૈનોની બેઠક મળી હતી જેમાં આ કાર્યવાહીનો જોરદાર વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભગવાનનો પરચો?
ગુરુવારે સવારે દિગમ્બર જૈન મંદિરને તોી શાવામાં ઓચું હતું એના 24 કલાકની આર હોટેલ રામ કિપ્તાના માલિક સુપયા શેફીનું હાર્ટઅટેક આવવાથી અવસાન થયું હતું. આ ઘટનાને પગલે એવી ચર્ચા શરૂૂ થઈ હતી કે જૈન મંદિર તોડાવવા પાછવ જેમની હાય હતો તેને ભગવાને જ પરચો બતાવ્યો છે. જેન મંદિર તોડવામાં હોટેલ રામા ક્રિષ્નાના માલિકનો હાય હોવાનો આરોપ થઈ રહ્યો છે .