For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકસભાની ચૂંટણીમાં થશે અધધધ 1.20 લાખ કરોડનો ખર્ચ

11:35 AM Feb 16, 2024 IST | Bhumika
લોકસભાની ચૂંટણીમાં થશે અધધધ 1 20 લાખ કરોડનો ખર્ચ

આગામી કેટલાક મહિનામાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એ પહેલા સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ મૂક્યો છે, જેના પછી રાજકીય પક્ષોને મળતા ડોનેશનમાં ઘટાડો થવાની આશા છે. 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણી વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી હતી. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (ઈખજ) અનુસાર, 2019માં ચૂંટણી પર ખર્ચનો અંદાજ 50,000 કરોડ રૂૂપિયા હતો, પરંતુ તે વાસ્તવમાં 60,000 કરોડ રૂૂપિયા હતો. લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે અને તે જ દરે ખર્ચ વધે છે.

Advertisement

2009માં યોજાયેલી 15મી લોકસભા ચૂંટણી માટેનું બજેટ ભારતમાં અગાઉની ચૂંટણીઓ કરતાં 15 ગણું વધુ હતું. જો આપણે અગાઉની વાત કરીએ તો 1993માં લોકસભાની ચૂંટણીમાં રૂૂ. 9000 કરોડ, 1999માં રૂ. 10,000 કરોડ, 2004માં રૂ.14,000 કરોડ, 2009માં રૂ. 20,000 કરોડ, 2014માં રૂ. 30,000 કરોડ અને રૂ. 60,2000 કરોડ ખર્ચાયા હતા. આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો 2009ની સરખામણીએ 2014ની ચૂંટણીમાં ખર્ચમાં દોઢ ગણો વધારો થયો હતો. એ જ રીતે, 2019ની ચૂંટણીમાં 2014ની સરખામણીમાં ખર્ચ બમણો થયો હતો. જો આ આંકડાને આધાર તરીકે ધ્યાનમાં લઈએ તો 2024ની ચૂંટણીમાં 1 લાખ 20 હજાર કરોડ રૂૂપિયાનો ખર્ચ થઈ શકે છે. જે વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી હોઈ શકે છે.

જો આપણે 2019ની ચૂંટણીમાં ખર્ચવામાં આવેલી રકમની વાત કરીએ તો તેમાંથી 20 ટકા એટલે કે 12 હજાર કરોડ રૂપિયા ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રબંધન પર ખર્ચવામાં આવ્યા હતા. 35 ટકા એટલે કે 25000 કરોડ રૂપિયા રાજકીય પક્ષોએ ખર્ચ્યા છે. 25000 કરોડમાંથી ભાજપે 45% જ્યારે કોંગ્રેસે 20% અને બાકીના 35% ખર્ચ્યા. 2019માં જ સોશિયલ મીડિયા પર 5000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

Advertisement

ઉમેદવારો દ્વારા ખર્ચની સીમા
ભારતના ચૂંટણી પંચે ઉમેદવારોના ખર્ચની મર્યાદા નક્કી કરી છે. મોટા રાજ્યમાંથી લોકસભા સીટ માટેનો ઉમેદવાર લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વધુમાં વધુ 95 લાખ રૂપિયા ખર્ચી શકે છે. જ્યારે નાના રાજ્યો માટે મર્યાદા 75 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો મોટા રાજ્યોમાંથી ચૂંટણી લડનારા ઉમેદવારો પ્રતિ સીટ 40 લાખ રૂપિયા ખર્ચ કરી શકે છે, જ્યારે નાના રાજ્યોમાં આ મર્યાદા 28 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement