For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાયસીના માનમાં આજે ભારતમાં રાષ્ટ્રીય શોક: દુર્ઘટનાની તપાસ શરૂ

12:07 PM May 21, 2024 IST | Bhumika
રાયસીના માનમાં આજે ભારતમાં રાષ્ટ્રીય શોક  દુર્ઘટનાની તપાસ શરૂ
Advertisement

ઈરાને રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુની તપાસ શરૂૂ કરી છે. આ મામલાની તપાસ સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ બાગેરી દ્વારા ઉચ્ચ કક્ષાના પ્રતિનિધિમંડળને સોંપવામાં આવી છે. પ્રતિનિધિમંડળ તપાસ માટે ક્રેશ સ્થળ પર પહોંચી ગયું છે અને તપાસ શરૂૂ કરી છે. બીજી તરફ ઈરાનમાં પણ નવા રાષ્ટ્રપતિની પસંદગીની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. નવા પ્રમુખની પસંદગી માટે 28 જૂને ચૂંટણી યોજવામાં આવી છે અને તેની જાહેરાત કરવામાં આવી છે.

ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર દુર્ઘટના બાદ અમેરિકા પાસે મદદ માંગવામાં આવી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું કે અમેરિકા આવા સંજોગોમાં કોઈનું મૃત્યુ થાય તે જોવા નથી ઈચ્છતું. આ સાથે તેણે એ પણ ખુલાસો કર્યો કે ઈરાને અમેરિકાને રાયસીની શોધ માટે વિનંતી કરી હતી, જે પૂરી થઈ નથી. મિલરે કહ્યું, પહું વિગતો આપીશ નહીં, પરંતુ ઈરાન સરકારે અમારી મદદ માટે કહ્યું છે.
ઈરાનમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. ઈરાનમાં 28 જૂને ચૂંટણી યોજાશે. ઉમેદવારો 30 મે થી 3 જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકશે અને 12 થી 27 જૂન સુધી ચૂંટણી પ્રચાર કરી શકાશે. ઈરાનના બંધારણની કલમ 131 હેઠળ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 50 દિવસની અંદર કરાવવાનો નિયમ છે. દરમિયાન, સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખમેનીએ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બરને કાર્યકારી વડા તરીકે નિયુક્ત કર્યા છે.

Advertisement

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી, વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન અને અન્ય સાત લોકોના મોત પર ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે રાયસી અને હુસૈન અમીર અબ્દુલ્લાહિયાના માનમાં મંગળવાર, 21 મેના રોજ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવન સહિત તમામ સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement