વીંછિયા તાલુકા પંચાયતના પ્રમુખ વિરૂદ્ધ સભ્યોની અવિશ્ર્વાસની દરખાસ્ત
વીંછિયા તાલુકાના રાજકારણમા ગરમાવો આવ્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખ વિરૂૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના આઠ - અને ભાજપના ચાર સભ્યએ આ - દરખાસ્ત કરી છે.નોંધનીય છે કે ભાજપના 4 સભ્ય સાથે મળીને કોંગ્રેસના સભ્યોએ પ્રમુખ સામે શાસનમાં મનમાની ચલાવવી, મનઘડંત નિર્ણય લેવા અને ભ્રષ્ટાચાર આચરવા સહિતના મુદે અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. વીંછિયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઈ ગાબુ વિરૂૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે.
જે દરખાસ્તમાં કોંગ્રેસના 8 સભ્યએ બગાવત કરી ભાજપના ચાર સભ્ય સાથે ભળી જઈને પ્રમુખની શાસનરીતિ સામે વાંધો લીધો છે. નોંધનીય છે કે તાલુકા પંચાયતમાં 18 સભ્યો છે જેમાં કોંગ્રેસના 14 અને ભાજપના 4 સભ્ય છે. હવે વીંછિયા તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાઈ શકે છે અને કદાચ ભાજપ આ શાસન મેળવી લે તો પણ નવાઈ નહી. કોંગ્રેસના જે આઠ સભ્યએ બગાવતનું બ્યુગલ ફૂંક્યું છે તેમાં અલ્પનાબેન તાવિયા, સોનલબેન વાસાણી, રાયધનભાઈ સુવાણ, ગીતાબેન સરવૈયા, નિતેશભાઈ ઓળકિયા, મીનાબેન જાદવ, નિકુલભાઈ ગોહિલ અને કલ્પનાબેન વસાવાનો સમાવેશ થાય છે.