રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીના બે શખ્સો સાડાચાર લાખનાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા

12:04 PM Dec 12, 2023 IST | Sejal barot
Advertisement

થરાદ પોલીસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક ખોડા ચેક પોસ્ટ પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોરબીના બે ઈસમોને ઝડપી પાડયા છે. બંને શખ્સો મેફેડ્રોન ડ્રગ્સ રાજસ્થાનથી મોરબી કારમાં લઇ આવતા ચેકીંગ દરમિયાન પકડી પકડી પાડ્યા હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીનાં શ્રી પાર્ક સોસાયટી સનાળા રોડ નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતો હાર્દિકભાઈ ઠાકરશીભાઈ પટેલ તથા મોરબીના જય અંબે પાર્ક, અવની ચોકડી, નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા રવિભાઇ દુર્લભભાઈ પટેલને થરાદ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડયા છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર થરાદના ખોડા ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગ દરમિયાન GJ-36-AC-3531નંબરની ક્રેટા કારમાંથી થરાદ પોલીસે મોરબીના હાર્દિક ઠાકરશીભાઈ પટેલ અને રવિ દુર્લભભાઈ પટેલની અટકાયત કરી તેમની પાસેથી રૂ.4.5 લાખની કિંમતનો 40.5 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન તેમજ કાર મળી કુલ રૂ.14,37,220નો મુદ્દામાલ જપ્ત કરી થરાદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
AandFourhalflakhsTwo men from Morbi were caught with Mephedrone drugsworth
Advertisement
Next Article
Advertisement