For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસ અને ગૃહકલેશથી કંટાળી ઘરેથી નીકળેલા યુવાને રાજકોટમાં ફિનાઈલ પીધું

04:44 PM Dec 22, 2023 IST | Sejal barot
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસ અને ગૃહકલેશથી કંટાળી ઘરેથી નીકળેલા યુવાને રાજકોટમાં ફિનાઈલ પીધું

મોરબીમાં રહેતા યુવાન વ્યાજખોરોના ત્રાસ અને ગૃહકલેશથી કંટાળી છેલ્લા પાંચ દિવસથી ઘરેથી નાસી છૂટ્યો હતો અને ઘરેથી લાપતા થયેલા યુવાને રાજકોટમાં શાસ્ત્રી મેદાન પાસે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યુવાનને હોસ્પિટલમાં દાખલ કરાતા લાપતા થયેલા યુવકનો પરિવારને ભેટો થયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં આવેલી સબજેલ સામે રહેતા અમન મનહરભાઈ મકવાણા નામનો 38 વર્ષનો યુવાન રાજકોટમાં આવેલા લીમડા ચોકમાં શાસ્ત્રી મેદાન પાસે હતો ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ફીનાઇલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં અમન મકવાણા ચાર ભાઈમાં નાનો અને તેને સંતાનમાં એક પુત્ર છે અમન મકવાણા મોરબીમાં આવેલી પંજાબ બેંકમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે અમન મકવાણા ઉપર આશરે રૂા.50 થી 60 લાખ જેટલું દેવું છે અને વ્યાજખોરો ઉઘરાણી કરી ત્રાસ આપે છે તેમજ અમન મકવાણાને પત્ની સાથે ચાલતા ગૃહકલેશથી કંટાળી અમન મકવાણા છેલ્લા પાંચ દિવસથી ઘરેથી નાસી છુટ્યો હતો અને ગઈકાલે રાજકોટમાં આવી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement