For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં રહેણાક મકાનમાંથી દાગીના અને રોકડ રૂપિયાની ચોરી

11:26 AM Dec 05, 2023 IST | Sejal barot
મોરબીમાં રહેણાક મકાનમાંથી દાગીના અને રોકડ રૂપિયાની ચોરી

મોરબી પાડા પુલ પાસે જી.ઈ.બી.ડી-ટાઈપ ક્વાર્ટર્સમા રહેણાંક મકાનમાંથી સોના, ચાંદીના દાગીના તથા રોકડ સહિત 66 હજારના મતામાલની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે પાડાપુલની બાજુમાં જી.ઈ.બી.ડી.-ટાઈપ ક્વાર્ટરસમા રહેતા જયેશગીરી ચંદ્રકાંતગીરી ગોસ્વામી (ઉ.વ.41) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. 06-11-2023 થી તા. 26-11-2023 સુધીમાં કોઈપણ સમયે ફરીયાદી પોતાના વતનમા ભાવનગર ગયેલ હોય અને ઘર બંધ હોય ત્યારે કોઇ અજાણ્યા ચોર ઇસમે તા-06/11/23 થી તા-26/11/23 સુધીમા કોઇ પણ સમયે ફરીયાદીના મકાનના મેઇન દરવાજાનો નકુચો તોડી મકાનમા પ્રવેશ કરી ઘરમા લોખંડના કબાટના લોક તોડી અંદર રાખેલ સોનાની બુટી જોડી-01 તથા વિટી નંગ-01 બન્ને મળી આશરે 07 ગ્રામની કી.રૂૂ-35,000/- તથા ચાંદિના દાગીના કિ.રૂૂ-6000/- તથા રોક્ડ રૂૂપીયા-25000/- ના મળી કુલ રૂૂપીયા-66,000/-ની મતાની ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર જયેશગીરીએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -454,457,380 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement