રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીમાં જૂની પેન્શન યોજના સહિતની માગણી સાથે શિક્ષકોની નીકળી મૌન રેલી

12:28 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

મોરબી,ગુજરાત રાજ્યના શિક્ષકો સહિતના અન્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી જૂની પેન્શન યોજના યોજના પુન:લાગુ કરવા સહિતના અનેક પ્રશ્નો માટે લડત ચલાવી રહ્યા છે.છેલ્લે વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા બનાવેલી પાંચ મંત્રીઓની કમિટીએ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો સૈદ્ધાંતિક સ્વીકાર પણ કરેલ હતો છતાં આજદિન સુધી ઠરાવ બહાર પાડેલ ન હોય.
બીજી ઓક્ટોબરના ગાંધીજયંતીના રોજ સમગ્ર રાજ્યમાં મૌન રેલી અને ધરણાનું આયોજન કરેલ હતું. ત્યારબાદ જિલ્લા સંગઠન દ્વારા તમામ સાંસદ,ધારાસભ્યો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ભાજપ સંગઠનના પ્રમુખોને આવેદનો આપવાના કાર્યક્રમો યોજાયો અને ઘણા બધા રાજનેતાઓએ કર્મચારીઓના સમર્થનમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને ભલામણ પત્રો સમર્થન પત્રો પણ લખી આપેલ છતાં આજદિન સુધી સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી થયેલ ન હોય આગામી 9 મી ડિસેમ્બર - 2023 ના રોજ સમગ્ર રાજયમાં કુલ 11 સ્થાનોની સાથે મોરબી જિલ્લામાં પણ પદયાત્રા અને મહા પંચાયતનું આયોજન કરવામાં આવેલ
જેમાં મોરબીના સરદારબાગ ખાતે બપોરે 3.00 વાગ્યે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના શિક્ષકો સહિતના અન્ય તમામ વિભાગના કર્મચારીઓ ખુબજ મોટી સંખ્યામાં નવા બસ સ્ટેન્ડની બાજુમાં સરદારબાગ ખાતે એકત્ર થયા ત્યાંથી મૌન પદયાત્રા કરી હાથમાં ટેન્શન નહિ અમને પેન્શન આપો,ઘગકઢ ઘઙજ, હમારા મિશન પુરાની પેન્શન,ગઙજ નહીં ઘઙજ, બુઢાપે કી લાઠી પુરાની પેન્શન,એક હી વિઝન,એક હી મિશન,પુરાની પેન્શન, વગેરે ઘઙજ ની માંગ સાથેના પ્લેકાર્ડ લઈ રેલી સ્વરૂૂપે પંચમુખી હનુમાનજી મંદિર મોરબી-2 ખાતે પહોંચ્યા હતા ત્યાં મહા પંચાયત યોજી હતી જેમાં મહા પંચાયત સમક્ષ શિક્ષકોએ તમામ કર્મચારીઓ સમક્ષ સત્વરે ઓપીએસ લાગુ કરવા,શિક્ષકોને બી.એલ.ઓ.જેવી બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવા,ઇંઝઅઝ મુખ્ય શિક્ષકોના નિયમો સત્વરે બહાર પાડી બદલી કેમ્પ યોજવા,ઇંઝઅઝ ભરતી કેમ્પમાં મન પસંદ જગ્યા ન મળતા જેમને અસંમતી આપેલ હોય, રાજીનામું આપેલ હોય એવા શિક્ષકોના નિયમ મુજબ ઉપધો મંજુર કરવા,ફિક્સ પગારમાં નિમણુંક પામેલ માતૃશક્તિ બહેનોને પ્રસુતિ સબબની રજા કપાત રજા ગણવી નહિ અને નિમણુંક તારીખથી નિયમ મુજબ ઉપધો મંજુર કરવા વગેરે રજૂઆતો મહા પંચાયત સમક્ષ કરી હતી,મહા પંચાયતે આવેદન પત્ર તૈયાર કરી કલેકટર મારફત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવેદનપત્ર અર્પણ કર્યા હતા.

Advertisement

Tags :
inmorbipensionschemeTeachers take out silent rally with demands including old
Advertisement
Next Article
Advertisement