For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી રફાળેશ્વર જીઆઇડીસીની ચોરીનો ભેદ ઉકેલાયો,એકની ધરપકડ

01:25 PM Dec 19, 2023 IST | Sejal barot
મોરબી રફાળેશ્વર જીઆઇડીસીની ચોરીનો ભેદ ઉકેલાયો એકની ધરપકડ

મોરબી તાલુકાના રફાળેશ્વર જી.આઇ.ડી.સી.માં ચોરી થયેલ ગેસના સિલીન્ડર તથા રોકડ રકમની ચોરી કરનાર ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા અન્ય શંકાસ્પદ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબીના રફાળેશ્વર જી.આઇ.ડી.સી.માંથી ગેસના સિલીન્ડર નંગ-03 કિં.રૂ.7500/- તથા રોકડ રકમ રૂૂ.4600/- મળી કુલ રૂ.12,100 નો મુદ્દામાલ ચોરી થયેલ હોય મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા.17 ના રોજ ફરીયાદ નોંધાઈ હતી તે દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર ચોકડી પાસે વાહન ચેકીંગ કરતા એક મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-03-CQ-3014 વાળાનો ચાલક અશોકભાઈ ગાંડાભાઈ ઉઘરેજા ઉ.વ.32, રહે. વઘાસીયા, તા.વાંકાનેરવાળો પોતાના કબ્જા ભોગવટાવાળા મોટરસાયકલમા બંને સાઇડ એક-એક તથા પાછળ સીટ ઉપર એક એમ ફૂલ-03 સિલીન્ડર સાથે શંકાસ્પદ હાલતમાં નીકળતા તેની પુછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ પોકેટકોપના માધ્યમથી સર્ચ કરતા મોટરસાયકલના ઓનર માવજીભાઇ મનજીભાઇ જાદવ વાળા હોય જેથી સઘન પુછપરછ કરતા તેને ચોરીના ગુન્હાની કબુલાત આપી હતી. આ શખ્સ પાસેથી ચોરાઉ સિલિન્ડર, રોકડ ઉપરાંત શંકાસ્પદ ચીજવસ્તુ મોબાઇલ ફોન નંગ-06 કિ.રૂ.10,500/- તથા એક હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. GJ-03-CQ-3014કિ.રૂ.20,000/- મળી કુલ રૂ.30,500નો મુદ્દામાલ મળી આવતા સી.આર.પી.સી. કલમ-102 મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement