For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીનાં ધારાસભ્ય અમૃતિયાનો ઓડિયો થયો વાઈરલ: દુકાન ખાલી કરી દે જે, નહિતર હોલ કરી પાડી નાખીશ!

11:43 AM Dec 25, 2023 IST | Sejal barot
મોરબીનાં ધારાસભ્ય અમૃતિયાનો ઓડિયો થયો વાઈરલ  દુકાન ખાલી કરી દે જે  નહિતર હોલ કરી પાડી નાખીશ

મોરબીના ધારાસભ્ય અનેક વખત વિવાદોમાં રહેતા હોય છે ત્યારે વધુ એક વખત તેઓનું નામ વિવાદમાં જોવા મળી રહ્યું છે હાલ સોશ્યલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એક વ્યક્તિ સાથે વાતચીત કરતા સાંભળી સકાય છે જેમાં દુકાન ખાલી કરાવવા મુદે ધારાસભ્ય અપશબ્દો બોલી ધમકાવતા હોવાનું જણાઈ આવે છે જે ઓડિયો વાયરલ થતા હાલ આ વિષય મોરબીમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
સોશ્યલ મીડિયામાં ઓડિયો વાયરલ થયેલો જોવા મળે છે જેમાં ધારાસભ્ય કાંતિભાઈ એક વ્યક્તિ સાથે વાતચીત કરતા સાંભળી સકાય છે જેમાં કાંતિભાઈ વાતચીતની શરૂઆતમાં પોતાની ઓળખ આપે છે અને બાદમાં દુકાન ખાલી કરવાનું કહેતા સામેની વ્યક્તિ દુકાન ખાલી કરવાની ના પાડે છે સામેની વ્યક્તિ ધારાસભ્યને એવું જણાવે છે કે પાંચ વર્ષમાં કમાયો છો તે બધું તમને જ આપી દીધું છે તો દુકાન ખાલી કરવાનું ધારાસભ્ય કહેતા સામેની વ્યક્તિ દુકાન ખાલી કરવાની ના પાડે છે.ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હોલ કરી બધું પાડી નાખું હો ત્યારે સામેની વ્યક્તિ જે કરવું હોય તે છૂટ છે તેવું જણાવે છે ત્યારે ફરીથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલવા લાગે છે અને ધમકાવતા બોલે છે કે છાનોમાનો રહેજે કજીયો થશે અને બાદમાં હોલ કરી પાડી નાખીશ દુકાન ખાલી કરવા ધમકાવતા હોય તેવું વાતચીતમાં જણાઈ આવે છે.તે ઉપરાંત અન્ય એક ઓડિયો પણ વાયરલ થયો છે જેમાં ધારાસભ્ય સાથે સામેની વ્યક્તિ દુકાનના દસ્તાવેજ કરવા સંબંધિત વાતચીત કરતા સાંભળી સકાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement