રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માળિયા મિંયાણા ભીમસર નજીકથી અફીણ સાથે એક ઝડપાયો

11:41 AM Dec 04, 2023 IST | Sejal barot
Advertisement

મોરબી - માળિયા નેશનલ હાઇવે રોડ પર ભીમસર ચોકડીના ઓવરબ્રિજ નીચેથી અમદાવાદ તરફ જતા રોડની ડાબી બાજુ આવેલ રામદેવ હોટલ ખાતેથી 145 ગ્રામ અફિણના રસના જથ્થા સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી - માળિયા નેશનલ હાઇવે રોડ પર ભીમસર ચોકડીના ઓવરબ્રિજ નીચેથી અમદાવાદ તરફ જતા રોડની ડાબી બાજુ આવેલ રામદેવ હોટલ ખાતે રહેતા અને હોટલ સંચાલક તરીકે કામ કરતા આરોપી વેહનારામ દલારામ ચૌધરી (ઉ.વ.38) એ આરોપી ગોપાજી ગાંધી પ્રજાપતિ રહે. સિણધરી (રાજસ્થાન) વાળા પાસેથી છુટક વેચાણ કરવા અને નશો કરવા સારૂૂ પોતાના કબ્જા ભોગવટા વાળી રામદેવ હોટલ રાખેલ 145 ગ્રામ માદક પદાર્થ અફિણના રસનો જથ્થો કિં રૂૂ.14500 તથા મોબાઇલ ફોન નંગ -01 કિં રૂૂ. 2000 તથા રેકજીનનો થેલો કિં રૂૂ.100 મળી કુલ કિં રૂૂ. 16600 ના મુદ્દામાલ સાથે આરોપી વેહનારામ દલારામ ચૌધરી (ઉ.વ.38) ને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય આરોપી ગોપાજી ગાંધી પ્રજાપતિ રહે. સિણધરી (રાજસ્થાન) વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ -8(સી),17(બી), 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Tags :
fromGardener Minyana Bhimsar was caughtmorbinearbyopiumwith
Advertisement
Next Article
Advertisement