For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં ઓફિસમાં ઘૂસી યુવક પર પાંચ શખ્સોનો હુમલો : તોડફોડ

12:03 PM Dec 27, 2023 IST | Sejal barot
મોરબીમાં ઓફિસમાં ઘૂસી યુવક પર પાંચ શખ્સોનો હુમલો   તોડફોડ

મોરબીમાં દિવસેને દિવસે કાયદાની સ્થતિ કથળી રહી હોઈ તેવું લાગી રહ્યું છે ગુનેગારોને જાણે કાયદાનો ડર ના હોઈ તેવું લાગી રહ્યું છે ત્યારે ગઈ કાલે શનાળા રોડ માર્કેટિંગયાર્ડ દુકાન નં -બી-15 રાજવી નામની ઓફિસમાં પાંચ શખ્સોએ ઘુસી જઈ ગાળો બોલી ખુરશી, સાવરણી તોળી યુવકને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના વતની અને હાલ મોરબી પંચાસર રોડ નાની કેનાલ રોડ શીવપાર્ક ઉપાસના પેલેસ બ્લોક નં -202મા રહેતા મિલનભાઈ પ્રાણજીવનભાઇ કકાસણીયા (ઉ.વ.33) એ આરોપી રોહિતભાઈ ભરવાડ તથા ભોલુ જારીયા રહે. મોરબી રવાપર ઘુનડા રોડ તથા અજાણ્યા ત્રણ માણસો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. 26-12-2023 ના રોજ કોઈ પણ સમયે ફરીયાદી ભરતભાઇની ઓફીસમા કામ કરતા અને આરોપી રોહિતભાઈને ભરતભાઇ સાથે કોઇ બાબતની વાતચીત થતી ન હોય જેથી ફરીયાદીને ફોન કરી ગાળો બોલી તથા આરોપી અન્ય ચાર શખ્સોએ ફરીયાદીની ઓફીસે આવી ગાળો બોલી ખુરશી, સાવરણી તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -323,504, 506(2), 114 જી.પી. એક્ટ -135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement