For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના રાજપર ગામે સિલિકેટ ભરેલા ટેન્કરમાં આગ ભભૂકી ઊઠી

11:59 AM Dec 12, 2023 IST | Sejal barot
મોરબીના રાજપર ગામે સિલિકેટ ભરેલા ટેન્કરમાં આગ ભભૂકી ઊઠી

મોરબીના રાજપર ગામ નજીક સિલિકેટ ભરેલા ટેન્કરમાં આગ લાગ્યાનો મોરબી ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો પરંતુ ફાયર સ્ટેશન પાસે સુધારા શેરીમાં અણસમજુ લોકો દ્વારા કરાતા આડેધડ પાર્કિંગને કારણે ફાયરબ્રિગેડની ટીમ સમયસર આગ બુઝાવવા માટે પહોંચી શકી ન હતી. જો કે આમ છતાં ઘટનાસ્થળે પહોંચી ફાયર બ્રિગેડ જવાનોએ આગને કાબુમાં લીધી હતી. આજે સવારે 11 વાગ્યાની આસપાસ રાજકોટના શાપર જીઆઈડીસીમાં સિલિકેટ નામનું 20 હજાર લીટર કેમિકલ ભરીને મોરબીના આમરણ ગામે આવેલ ફર્સ્ટ કેમિકલ કંપનીમાં આપવા માટે Gj-03-ax-7374 નંબરનું ટેન્કર મોરબીના રાજપર રોડ ઉપર પસાર થઈ રહ્યું હતું. ત્યારે રસ્તામાં એક દીકરીને બચાવવા જતા ડ્રાઈવરે ટેન્કર પરથી કાબુ ગુમાવતા ટેન્કર રોડ પરથી નીચે ઉતરી ગયું હતું આથી ટેન્કરની ડીઝલની ટેન્ક બ્લાસ્ટ થતા ટેન્કરમાં આગ ભડકી ઉઠી હતી. ટેન્કરમાં આગ લાગતા ટેન્કરના આગળના ટાયરો, આખી બોડી કેબિન સળગી ગઈ હતી. આથી ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને ટેન્કરમાં લાગેલી આગને બુઝાવી નાખી હતી આથી ટેન્કરમાં ભરેલું કેમિકલ અને ડ્રાઈવર સહી સલામત છે. જો કે સુધારા શેરીમાં આવેલ ફાયર બ્રિગેડને આ બનાવની જાણ થતાં ઘટનાસ્થળે જવા નીકળ્યું હતું પણ સુધારા શેરીમાં ટ્રાફિકજામ થતા ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ થયો હતો તેમ છતાં સમસસર પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement