For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી ઝૂલતા પુલ કાંડના પીડિત પરિવારોને ન્યાય મળશે જ : ધીરજ રાખવા વકીલની સાંત્વના

11:34 AM Dec 22, 2023 IST | Sejal barot
મોરબી ઝૂલતા પુલ કાંડના પીડિત પરિવારોને ન્યાય મળશે જ   ધીરજ રાખવા વકીલની સાંત્વના

મોરબી વિકટીમ ટ્રેજેડી એસોસિએશનના વકીલ ઉત્કર્ષ દવેએ આજે મોરબી ઝૂલતા પુલ પીડિત પરિવારજનોને વિસ્તૃતમા માહિતી આપી હતી. તેમજ પીડિત પરિવારોને ન્યાય મળશે પરંતુ ધીરજ રાખવા માટે વકીલ ઉત્કર્ષ દવેએ અપીલ કરી હતી.
મળતી માહિતી અનુસાર મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ 135 પૈકી 112 પીડિતો એ મળીને ટ્રેજેડી વિક્ટીમ એસોસિયેશનની રચના કરી હતી જે એસોસિયશન દ્વારા હાઇકોર્ટમાં પોતાનો પક્ષ રાખવામાં આવે છે ત્યારે થોડા દિવસો પહેલા જ ઝૂલતા પુલ દુર્ધટના કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજીને હાઇકોર્ટ દ્વારા ફગાવવામાં દેવામાં આવી હતી. જેને લઈને ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત પરીવારજનોમાં પણ સંતોષની લાગણી ફેલાઇ છે જ્યારે કે એસોસિયેશનના દરેક લોકો હાઇકોર્ટ ખાતે પહોંચી શકતા નથી અને પોતાના વકીલને
મળી શકતા નથી જેને લઈને પીડિત પરીવારજનોના વકીલ ઉત્કર્ષ દવેએ મોરબી આવીને એસોસિયેશનમાં જોડાયેલા તમામ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી અને ઝૂલતા પુલ દુર્ઘટના માં ચાલતી કાનૂની લડત વિશે વિસ્તૃત અને સરળ ભાષામાં માહિતી આપી હતી સાથે જ તેઓએ જે દલીલો કરી છે તે દલીલો ને પણ વિસ્તૃત રીતે સમજાવવા આવી હતી અને પીડિત પરિવારોને ન્યાય મળશે પરંતુ ધીરજ રાખવા માટે પીડીત પરીવારોજનોના વકીલ ઉત્કર્ષ દવેએ શાંત્વના આપી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement