રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીની ચકચારી રાણીબાના એક સાગરીતને જામીન મુકત કરવા કોર્ટનો હુકમ

11:43 AM Dec 05, 2023 IST | Sejal barot
Advertisement

મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલ રાણી ઈન્ડસ્ટ્રીઝમાં એક્ષપોર્ટ વિભાગમાં કામ કરતાં નિલેશ કિશોરભાઈ દલસાણીયાને નોકરીમાંથી છુટો કરી દેવામાં આવ્યો હતો. બાદમાં નિલેશ દલસાણીયાએ પગાર માટે વિભુતિ પટેલ ઉર્ફે રાણીબાને ફોન કર્યા હતાં. તેમ છતાં પગાર નહીં ચુકવતાં નિલેશ દલસાણીયા મોટોભાઈ અને ભાવેશ મકવાણા નામના ત્રણેય યુવાનો રવાપર ચોકડી પાસે આવેલી રાણીબા ઉર્ફે વિભુતી પટેલની ઓફિસે પગાર લેવા ગયા હતાં ત્યારે રાણીબા ઈન્ડસ્ટ્રીઝના માલીક વિભુતી પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરિક્ષીત, ડી.ડી.રબારી અને એક અજાણ્યા શખ્સે નિલેશ દલસાણીયાને માર મારી ધમકી આપી મોંઢામાં ચપ્પલ લેવડાવી માફી માંગતો વિડિયો બનાવ્યો હતો. જે અંગે નિલેશ દલસાણીયાએ મોરબી એ-ડીવીઝન પોલીસ મથકમાં વિભુતી પટેલ ઉર્ફે રાણીબા સહિતના શખ્સો વિરૂધ્ધ આઈપીસી કલમ 323, 504, 506(2), 143, 147, 149 તથા એટ્રોસિટી એકટની કલમ 3(1) (આર), 3(1) (ઈ) મુજબ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ આઈપીસી કલમ 395 તથા એન્ટ્રોસીટી એકટની કલમ 3(1), (એસ) તથા જીપીએકટની કલમ (135) મુજબની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. ફરિયાદ નોંધાતા વિભુતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના શખ્સોએ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વિકારી હતી. પોલીસે રાણીબા ઉર્ફે વિભુતિ પટેલ સહિતના શખ્સોને જેલ હવાલે કર્યા હતાં. જેલ હવાલે રહેલા વિભુતિ પટેલ ઉર્ફે રાણીબાના સાગ્રીત ડી.ડી.રબારીએ જામીન મુકત થવા પોતાના એડવોકેટ મારફતે મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતાં બન્ને પક્ષની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલિલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ કોેર્ટે ડી.ડી.રબારીની રેગ્યુલર જામીન અરજી મંજુર કરી જામીન મુકત કરવા હુકમ કર્યો હતો.
આ કેસમાં ડી.ડી.રબારીના બચાવ પક્ષે રાજકોટનાં યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, તથા મોરબીનાં ધારાશાસ્ત્રી જીતુભા જાડેજા તેમજ ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મિલન જોષી, દિપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી અને સાગરસિંહ પરમાર રોકાયા હતાં.

Advertisement

Tags :
ChakchariCourt order to grant bail to one Sagarit ofmorbiofRaniba
Advertisement
Next Article
Advertisement