રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબી હાઈવે પર ટેન્કરના ચોરખાનામાં છુપાવીને લઈ જવાતો 5964 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો

01:16 PM Dec 19, 2023 IST | Sejal barot
Advertisement

અગામી 31 ડિસેમ્બરની ઉજ્જવણી અર્થે ટાટા ટેન્કર ચોર ખાના બનાવી તેમાં છુપાવી લઇ જવાતો મસ મોટો ઇંગ્લીશ દારૂૂનો જથ્થો કુલ કિ.રૂા.19,95,560/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબી પોલીસને સયુંકતમાં ખાનગી બાતમી મળેલ કે, વાંકાનેર થી માળીયા મી. હાઇવેરોડ ઉપર વાંકાનેર તરફથી ટેન્કર નંબર GJ-12-BV-1078 વાળામાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીંશ દારૂૂનો જથ્થો ભરી માળીયા મીયાણા તરફ જાય છે. તેવી સચોટ મળેલ બાતમીના આધારે વાંકાનેર માળીયા હાઇવે રોડ ઉપર માળીયા ફાટક ઓવરબ્રીજપુના છેડા પાસે બાતમીવાળા ટેન્કરની વોચ ગોઠવતા ઉપરોકત નંબરવાળો ટેન્કર મળી આવતા જેમાં ચોર ખાના બનાવેલ હોય જે ચેક કરતા ચોર ખાનામાંથી ઇંગ્લીશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડની નાની, મોટી બોટલો નંગ 5964 કિં.રૂા. 986400 તથા અન્ય મુદામાલ મળી કુલ કિં રૂા.19,95, 560 ના મુદ્દામાલ સાથે એક ઇસમ ટેન્કર ડ્રાઇવર લક્ષ્મણરામ જુજારામ જાટ ઉ.વ.28 રહે.સરણુ, ફોગીયાસરા મુંઢણો કી ઢાણી, થાણુ બાડમેર સદર, તા.જી. બાડમેર રાજસ્થાનવાળાને પકડી પાડયો હતો જ્યારે અન્ય ઈસમ ટેન્કર નંબર GJ-12-BV-1078 વાળાના માલીક તથા માલ મોકલનાર જયદિપ જાટ રહે. થવા તા.જી. બાડમેર રાજસ્થાનવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે જ્યારે આગામી 31 ડિસેમ્બરની ઉજ્જવણી અર્થે લઇ જવાતો મસ મોટો વિદેશી દારૂૂનો જથ્થો પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો રજિસ્ટર કરાવેલ છે.

Advertisement

Tags :
5964 bottles of liquor seized while being hidden in tanker'sgodownhighwaymorbion
Advertisement
Next Article
Advertisement