રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબી : સ્લેબ દુર્ઘટનામાં કસૂરવારો સામે આકરા પગલાં ભરવા કલેક્ટરની ખાતરી

12:07 PM Mar 11, 2024 IST | Bhumika
Advertisement

મોરબીના શનાળા નજીક નવી બની રહેલ મેડીકલ કોલેજની છત ભરતી વેળાએ સ્લેબ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી જે બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી ફસાયેલા શ્રમિકને સલામત બહાર કાઢી ચાર શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે ત્યારે બનાવ મામલે આજે કલેકટરે પત્રકારોને માહિતી આપતા જવાબદારો સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

Advertisement

મોરબી રાજકોટ હાઈવે પર શનાળા નજીક નવી બની રહેલ મેડીકલ કોલેજની છત ભરતા સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં ત્રણ શ્રમિકોને સામાન્ય ઈજા પહોંચી હતી તો કાટમાળ હેઠળ એક શ્રમિક દટાઈ ગયો હોય જેને કલાકોના રેસ્ક્યુ ઓપરેશન બાદ સલામત બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો જે બનાવ મામલે આજે જીલ્લા કલેકટર કે બી ઝવેરીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે બનાવમાં કોઈ જાનહાની થઇ નથી તમામ શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે જે બનાવ સંદર્ભે સરકારને વચગાળાનો અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે તો પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટેશન યુનિટ પાસેથી વિગતો મેળવી તપાસ ચલાવવામાં આવી રહી છે. ક્ષતિ માલૂમ પડશે તો આકરા પગલા લેવામાં આવશે ક્યાય બાંધછોડ કરવામાં આવશે નહિ તેની ખાતરી આપી હતી રાત્રીના સમયે કોન્ટ્રાકટર હાજર ના હતો બનાવ બાદ કંપનીનો સ્ટાફ આવી ગયો હતો તપાસ અહેવાલ મંગાવ્યો છે અને ક્ષતિ માલૂમ પડ્યે કોન્ટ્રાકટર કે જે તે એજન્સીની લાપરવાહી જણાયે કાર્યવાહી કરવામાં આવશે.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement